android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha News : સાબરકાંઠાના પ્રાંતિજમાં રેતીની હેરાફેરી કરતા 3 ડમ્પર વચ્ચે અકસ્માત, 2ના ઘટના સ્થળે મોત

calendar_todayMarch 15, 2026

Sabarkantha News : સાબરકાંઠાના પ્રાંતિજમાં રેતીની હેરાફેરી કરતા 3 ડમ્પર વચ્ચે અકસ્માત, 2ના ઘટના સ્થળે મોત

પ્રાંતિજમાં રેતીની હેરાફેરી દરમિયાન 3 ડમ્પરો વચ્ચે અકસ્માત થયો છે અને ડમ્પર ચાલક અને ક્લીનરનું ઘટના સ્થળે જ મોત થયું છે, ફાયર બ્રિગેડે કેબિન કાપી મૃતદેહો બહાર કાઢયા છે. લોંખડની ગડર અથડાતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાંતિજના સાદોલીયા પુલના છેડે અકસ્માતમાં બેના મોત

પ્રાંતિજમાં રાત્રી દરમિયાન રેતી હેરફેર કરતા ત્રણ ડમ્પર ટ્રકો વચ્ચે અકસ્માત થયો હતો અને બાબરીયા વીરના મંદીર નજીક સર્જાયો અકસ્માત જેમાં બેના ઘટના સ્થળે મોત થયા છે, ભારે વાહનોની અવરજવર બંધ કરવા લગાવેલ લોખંડના હેવી ગડર સાથે ડમ્પર અથડાયું હતુ અને અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, તો હેવી ગડર સાથે અથડાતા ડમ્પર ચાલક અને ક્લીનરનું મોત થયું છે, ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ મૃતદેહને બહાર કાઢયો હતો.

એક ડમ્પરની પાછળ બીજા ડમ્પર અથડાયા

એક ડમ્પર પહેલા ગડર પાસે ફસાય છે અને ત્યારબાદ બીજા બે ડમ્પર તે ઉભા રહેલા ડમ્પરની પાછળ અથડાય છે, ભારે વાહનોની ગેરકાયદે અવરજવર કરતા ડમ્પરે હેવી ગડર ફ્રેમને તોડી નાખી હતી, અર્ધ તૂટેલી લોખંડની હેવી ગડર જ ભારે વાહન માટે મોતનું કારણ બની છે, ગડર તોડી જીવલેણ સ્થિતિ ઉભી કરનારા અજાણ્યા શખ્સો સામે રોષની લાગણી જોવા મળી છે અને ગ્રામજનોનું કહેવું છે કે, ગડર જેણે તોડી છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે.


આ પણ વાંચો : Summer : ગરમીમાં લુ/હીટ સ્ટ્રોકથી બચવા ધ્યાન રાખવાની બાબતો