calendar_todayMarch 1, 2026
Samlaji: પુરપાટ ગતિએ જતા બે બાઈક વચ્ચે ટક્કર : બેના મોત, 4ને ઈજા
અમદાવાદથી રાજસ્થાનમાં પોતાના વતન માં હોળી મનાવવા માટે ધરે જ ઇ રહ્યા હતા ત્યારે સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં રતનપુર બોર્ડર તરફ્થી આવતા બાઇક સવારે રાજસ્થાન તરફ્ જતા બાઇકને અડફેટે લેતા બન્ને બાઇક ચાલકનાં મોત નિપજયા હતા. બંને બાઈક ઉપર ત્રણ સવારી હતાં ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાગ્રસ્ત થતા શામળાજી સી.એસ.સી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અણસોલ ગામની જનતાની માંગણી છે બોડૅર તરફ્થી રોંગ સાઈડમાં આવતા વાહનો બંધ કરવામાં આવે ગ્રામજનો તથા શામળાજી પીઆઈ એસ.એસ.માલને ઉગ્ર રજૂઆત કરી હતી. આજ જગ્યાએ અગાઉ પણ અકસ્માતના બનાવોમાં મોત નિપજયા છે. રવિવારે થયેલા અકસ્માતને પગલે શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો