calendar_todayFebruary 5, 2026
Sanand News : સાણંદના ગોરજમાં હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલ ઝડપાઈ, લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે યોજી હતી દારૂ પાર્ટી
સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે અને નિર્વાણા ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે, પોલીસે 40 મહિલા અને 40 પુરુષની કરી ધરપકડ, પોલીસે તમામ લોકોને ઝડપી પોલીસ સ્ટેશન લવાયા છે અને લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે પાર્ટી યોજી હોવાની વાત સામે આવી છે.
મોંઘીદાટ દારુની બોટલો પોલીસે જપ્ત કરી
પોલીસે રેડ દરમિયાન દારૂની મોંઘી બોટલો તેમજ લકઝુરીયસ કાર જપ્ત કરી છે, પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એકટ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ઝડપાયેલા લોકોના મેડિકલ રીપોર્ટ પણ કાઢવામાં આવશે અને તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે, મોડી રાત્રે આ દારૂની મહેફિલ ઝડપાઈ છે અને તમામ લોકો અમદાવાદની આસપાસના અને અમદાવાદના રહેવાસી હોઈ શકે છે, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
પોલીસને હુક્કાનો સામાન પણ મળી આવ્યો
પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓને પણ દારૂ મહેફિલ અંગે જાણ કરી હતી અને સમગ્ર ઘટનામાં પોલીસે તમામની કાર પણ જપ્ત કરી છે અને ફાર્મ હાઉસ કોના નામનું છે અને તેનો માલિક કોણ છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે, પોલીસને આ રેડ દરમિયાન હુક્કાનો સામાન પણ મળી આવ્યો છે અને તપાસ શરૂ કરી છે.