android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Savli News: મહીસાગર બ્રિજ પરથી જબાપુરાના 24 વર્ષીય યુવકે નદીમાં કૂદી મોત વહાલું કર્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

calendar_todayMay 9, 2026

Savli News: મહીસાગર બ્રિજ પરથી જબાપુરાના 24 વર્ષીય યુવકે નદીમાં કૂદી મોત વહાલું કર્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

સાવલીમાં મહીસાગર નદી પર આવેલા બ્રિજ પરથી આજે 24 વર્ષીય એક યુવકે અચાનક નદીના વહેતા પાણીમાં મોતની છલાંગ લગાવી હતી. પુલ પરથી યુવકને કૂદતો જોઈ આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોતજોતામાં યુવક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે નદી કિનારે અને બ્રિજ પર લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

જબાપુરા ગામના વિજય ભોઈ તરીકે થઈ ઓળખ

આત્મઘાતી પગલું ભરનાર યુવકની ઓળખ સાવલીના જબાપુરા ગામના વિજય ભોઈ (ઉંમર 24 વર્ષ) તરીકે થઈ છે. એક આશાસ્પદ યુવકે આ પ્રકારે મોત વહાલું કરી લેતા તેના પરિવારજનોમાં ભારે શોક અને આક્રંદ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસનો કાફલો અને બચાવ કામગીરી માટેની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

શોધખોળ ચાલુ: આત્મહત્યાનું કારણ હજુ અકબંધ

સ્થાનિક તરવૈયાઓ અને બચાવ ટીમો દ્વારા નદીના પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જે હજુ પણ ચાલુ છે. 24 વર્ષીય વિજયે આટલું ગંભીર પગલું કયા સંજોગોમાં અને કયા કારણોસર ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે સાવલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવાન દીકરાના મોતના સમાચારથી સમગ્ર સાવલી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો