android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sawariya Seth Mandirમાં 46 કરોડોની રોકડ અને કિલોગ્રામમાં સોના-ચાંદીનું દાન જોઈ લોકો થયા દંગ..અતૂટ શ્રદ્ધાનો સૈલાબ

calendar_todayMarch 12, 2026

Sawariya Seth Mandirમાં 46 કરોડોની રોકડ અને કિલોગ્રામમાં સોના-ચાંદીનું દાન જોઈ લોકો થયા દંગ..અતૂટ શ્રદ્ધાનો સૈલાબ

ભારત મંદિરોનો દેશ કહેવાય છે. લોકોની શ્રદ્ધા અને આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. દરેક મંદિરનો રસપ્રદ ઇતિહાસ અને મહત્વ છે. રાજસ્થાનના સાંવરિયા મંદિરમાં ભક્તોની અતૂટ આસ્થાનું સ્થાન છે. ચિત્તોડગઢ જિલ્લાના માંડફિયામાં સ્થિત પ્રખ્યાત સાંવલિયા સેઠ મંદિરમાં ખજાનો ખૂલ્યો અને અધધધ...દાનનો રેકોર્ડ કરાયો હોવાનું સામે આવ્યું. મંદિરના માસિક તિજોરીની ગણતરીના સાતમા અને અંતિમ રાઉન્ડમાં 46 કરોડોની રોકડ અને સોના-ચાંદીનું દાન કરાયું હોવાનો ખુલાસો થયો. 

સાંવરિયા શેઠ મંદિરમાં ખૂલ્યો ખજાનો મળ્યો ભંડાર

સાંવરિયામંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ વખતે તિજોરીને 365.787 મિલિયન રૂપિયા મળ્યા છે. વધુમાં, મંદિર વહીવટીતંત્રે દાન ખંડ અને ઓનલાઈન દાન દ્વારા 104.528 મિલિયન રૂપિયા પ્રાપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું. ભક્તોએ મોટી માત્રામાં કરોડો રૂપિયા અને કિમંતી એવા સોના-ચાંદીનું દાન કરી સાંવરિયા શેઠમાં રહેલા પોતાની શ્રદ્ધા દર્શાવી. જણાવી દઈએ કે 29 ડિસેમ્બર 2025ના રોજ મંદિરનો ભંડાર ખોલી દાનની ગણતરી કરવાની શરૂઆત થઈ હતી.  ભક્તોની મોટી ભીડને કારણે ગણતરી પ્રક્રિયામાં વિક્ષેપ પડતા તેના કુલ 7 રાઉન્ડ કરવામાં આવ્યા હતા. મંદિરની તિજોરી ખોલ્યા બાદ ભેટની ગણતરીના સાતમાં અને અંતિમ રાઉન્ડમાં કરોડો રૂપિયાના દાનનો ખુલાસો થયો.

સાંવરિયા શેઠ મંદિરનું નામ કેવી રીતે પડયું

આ મંદિર લોકોની ભગવાન કૃષ્ણ પ્રત્યેની આસ્થાનું પ્રતિક છે. સાંવલિયા શેઠ મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે . અહીં સ્થાપિત કૃષ્ણની મૂર્તિ શ્યામ રંગની છે, તેથી ભક્તો તેમને પ્રેમથી સાંવલિયા સેઠ કહે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ અહીં તેમના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને તેમને સંપત્તિ અને સમૃદ્ધિથી આશીર્વાદ આપે છે.

ભક્તોની મંદિરમાં ભારે ભીડ, દાનની કરાશે તપાસ

સાંવરિયા શેઠ મંદિરમાં કૃષ્ણ ભગવાના દર્શન કરવા ફક્ત રાજસ્થાન જ નહીં દેશભરમાથી લોકો આવે છે. અંહી આવતા ભક્તોની સંખ્યા ખૂબ મોટી છે. પૂનમ, અગિયારસ અને તહેવારના દિવસોમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. મંદિરની તિજોરીનો ભંડાર ખૂલતા આટલી મોટી રકમની ગણતરી અને ચકાસણીએ ભક્તોનું ધ્યાન ખેંચ્યું છે. હવે તપાસ કરવામાં આવશે કે મંદિરમાં આ ભંડોળ અને દાનનો ઉપયોગ કેવી રીતે થાય છે અને ભક્તોને કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.


આ પણ વાંચો : Gold Silver Price : સોનાના ભાવમાં વધારો, જાણો 22-24કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ