android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Siddhapur: સેદ્રાણા નજીકથી SMC પોલીસે રૂ.7.85 લાખનો દારૂ ઝડપ્યો

calendar_todayMay 10, 2026

Siddhapur: સેદ્રાણા નજીકથી SMC પોલીસે રૂ.7.85 લાખનો દારૂ ઝડપ્યો

સિદ્ધપુર તાલુકાના અને કાકોશી પોલીસ સ્ટેશનના હદમાં આવેલા સેદ્રાણા ગામની નજીકથી પસાર થતી એક રાજસ્થાન તરફ્થી વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ્ જતી ઈનોવા ગાડીમાંથી SMC પોલીસે રૂ.7.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગાડીમાં રહેલા બે શખ્સોએ ભાગવાની કોશિશ કરતાં તેમને પણ ઝડપી લીધા હતા અને તેમની પુછપરછ દરમિયાન વધું 4 શખ્સોની સંડોવણી બહાર આવતાં કાકોશી પોલીસ સ્ટેશનમાં કુલ 6 સામે નામજોગ ફરીયાદ નોંધાવી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ્થી એક ઈનોવા ગાડીમાં વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ્ જવાની છે. જેના SMC પોલીસે સિદ્ધપુરની કાકોશી ચોકડી નજીક પંચોને સાથે રાખીને વોચ ગોઠવી હતી. તેવામાં માહિતી મળી હતી કે વિદેશી દારૂ ભરીને આવી રહેલી ઈનોવા ગાડી આગળ પોલીસ ચેકિંગ હોવાથી તે ગ્રામ્ય વિસ્તારોના રસ્તા પર નીકળી છે. જેના આધારે SMC પોલીસે સિદ્ધપુર કાકોશી તરફ્ઉમરૂ ચોકડી નજીક પસાર થતી ઈનોવા ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ગાડીના ચાલકે ગાડી સેદ્રાણા તરફ્ હંકારી મૂકી હતી અને આગળ જતા ખેતરમાં ઉતારી દીધી હતી. જ્યાં રસ્તો પૂરો થતાં ગાડી ઉભી રાખીને ગાડીમાં સવાર બે શખ્સો ઉતરીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને ઝડપી લીધા હતા અને તેમની પૂછપરછ કરતા તેમનું નામ રડમલરામ ઉર્ફે આર.ટી ઠાકરીરામ રબારી અને પારસારામ મહેમદરામ રબારી હોવાનું જણાવતા પોલીસે બંનેની અટકાયત કરી ગાડીમાં તપાસ કરતા રૂ.7,85,812 ની કિંમતના વિદેશી દારૂની અલગ અલગ કુલ 3,974 બોટલો મળી આવી હતી. જેને લઈ પોલીસે ઈનોવા ગાડી સહિત બે નંગ મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાં રૂ.17,96,312 નો કબજે કરી ઝડપાયેલ શખ્સોની વધુ પૂછપરછ કરતા તેમણે વાસુભા ઉર્ફે ગુલાબસિંહ વાઘેલા, વાદલ ઉર્ફે કેતનસિંહ વાઘેલા તથા દિનેશ જોરાભાઈ રબારી અને મહેશ ઠાકોર નામના શખ્સોની પણ સંડોવણી હોવાની કબૂલાત કરતાં તમામની સામે કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો