calendar_todayFebruary 26, 2026
Siddhpur: સિદ્ધપુર પાસે રૂ. 1.86 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો
સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી વિવિધ ગુનાઓ હેઠળ ઝડપવામાં આવેલ પરપ્રાંતિય વિદેશી દારૂની 1.86 કરોડની 31,987 બોટલો પર સિદ્ધપુર નજીક આવેલ સુજાણપુર હેલીપેડ ખાતે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સિદ્ધપુર પોલીસ અને પ્રાંત અધિકારી જય બારોટની ઉપસ્થિતિમાં રોલર મશીન ફેરવી નાશ કરાયો હતો. વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટમાંથી જરૂરી હુકમો મેળવ્યા બાદ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પુર્ણ કર્યા બાદ ગુરૂવારે તંત્ર દ્વારા કતારબંધ દારૂની બોટલો પાથરવામાં આવ્યા બાદ રોલર મશીન ફેરવતાં હેલીપેડ ખાતે વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી હતી. આ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રૂ. 1.86,98,834 કરોડની કિંમતની કુલ 31,987 બોટલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો