android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Somnath માં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ, PM મોદીના આગમન પહેલાં શૌર્ય યાત્રાની તડામાર તૈયારી

calendar_todayJanuary 10, 2026

Somnath માં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ, PM મોદીના આગમન પહેલાં શૌર્ય યાત્રાની તડામાર તૈયારી

ગીર સોમનાથમાં આજથી ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ સમગ્ર શહેર અને મંદિરની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

રોડ શોમાં 32 અલગ-અલગ ટેબ્લાઓ મુકવામાં આવ્યા

શૌર્ય યાત્રાના રૂપમાં આયોજિત રોડ શોની તડામાર તૈયારીઓ કરાઈ છે. માર્ગ પર એક કિમી લાંબા રોડ શોમાં 32 અલગ-અલગ ટેબ્લાઓ મુકવામાં આવ્યા છે, જેમાં ગરબા, લદાખ નૃત્ય અને વિવિધ પરંપરાગત કળાઓ રજૂ થવાના છે.

જુદા જુદા સમુદાયના લોકો PMનું અભિવાદન કરશે

યાત્રા દરમિયાન જુદા જુદા સમુદાયના લોકો PMનું અભિવાદન કરશે અને ગુજરાતની સાંસ્કૃતિક વારસાની વિશેષ છાપ લોકોને જોવા મળશે. તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને મુલાકાતીઓની વ્યવસ્થાઓ પણ કડક રાખવામાં આવી છે.

 સોમનાથમાં ખાસ આનંદમય અને ગૌરવમય વાતાવરણ

આ ઐતિહાસિક પર્વ દ્વારા સ્થાનિક સંસ્કૃતિ અને એકતા દર્શાવવામાં આવશે અને PMના આગમન સાથે સોમનાથમાં ખાસ આનંદમય અને ગૌરવમય વાતાવરણ સર્જાશે.


આ પણ વાંચો-----    PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લેશે