android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Srinagar એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકને કસ્ટડીમાં લેવાયા, ચેકિંગ દરમિયાન 2 સેટેલાઈટ ફોન મળી આવ્યા

calendar_todayApril 19, 2026

Srinagar એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકને કસ્ટડીમાં લેવાયા, ચેકિંગ દરમિયાન 2 સેટેલાઈટ ફોન મળી આવ્યા

શ્રીનગરના એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન બે અમેરિકી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. એરપોર્ટ પર રૂટિન સિક્યુરિટી ચેક દરમિયાન તેમના સામાનની સ્કેનિંગ કરતી વખતે એક બેગમાંથી ગાર્મિન કંપનીનો સેટેલાઈટ ફોન મળી આવ્યો હતો. આ ફોન મળતાં જ સુરક્ષા એજન્સીઓએ તરત જ બંનેને રોકી પૂછપરછ શરૂ કરી હતી.

સેટેલાઈટ ફોન કેમ લાવવામાં આવ્યો?

પ્રાથમિક પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન મળતા બંનેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. જે મુસાફરના બેગમાંથી ફોન મળી આવ્યો હતો તેની ઓળખ જેફરે સ્કોટ તરીકે થઈ છે, જે અમેરિકાના મોન્ટાના રાજ્યનો રહેવાસી છે. હાલમાં બંને ભારત શ્રીનગર કયા હેતુથી આવ્યા હતા અને સેટેલાઈટ ફોન કેમ લાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.

સમગ્ર મામલાની વધુ તપાસ શરૂ

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ ભારતના નિયમો અનુસાર સેટેલાઈટ ફોનનો ઉપયોગ અને તેને દેશમાં લાવવું કડક નિયંત્રણ હેઠળ છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં આવા ઉપકરણો પર કડક નજર રાખવામાં આવે છે. અગાઉ પણ કેટલાક વિદેશી પ્રવાસીઓ સેટેલાઇટ ફોન સાથે પકડાયા હોવાના કિસ્સાઓ નોંધાયા છે. હાલ પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે અને નિયમોના ભંગ અંગે કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Weather Updates: આકરી ગરમી માટે તૈયાર રહેજો! દિલ્હી સહિત અનેક શહેરોમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર