calendar_todayFebruary 11, 2026
Stock Market Opening: નજીવા વધારા સાથે ખૂલ્યુ શેરબજાર, સેન્સેક્સ 84,326.42 અંકે
બુધવારે 11 ફેબ્રુઆરીએ વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઓટો શેરોમાં તેજીએ બજારને ટેકો આપ્યો, જ્યારે રિયલ્ટી અને જાહેર ક્ષેત્રના બેંકિંગ શેરોમાં વેચવાલીનું દબાણ બજાર પર પડ્યું.
નજીવા વધારા સાથે ખૂલ્યુ શેરબજાર
30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૮૪,૩૩૯ પર નજીવો ઉછાળો નોંધાવીને ખુલ્યો. ખુલ્યા પછી પણ ઇન્ડેક્સમાં વધારો ચાલુ રહ્યો. સવારે 9.30 વાગ્યે, તે 52.50 પોઈન્ટ અથવા 0.062 ટકાના વધારા સાથે 84,326.42 પર ટ્રેડિંગ કરી રહ્યો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 50 પણ લીલા રંગમાં ખુલ્યો અને ખુલ્યા પછી તરત જ 26000 ના આંકને પાર કરી ગયો. સવારે 9.30 વાગ્યે, તે +47.20 પોઈન્ટ અથવા 0.18 ટકાના વધારા સાથે 25,982.35 પર ટ્રેડિંગ કરી રહ્યો હતો.
વૈશ્વિક સંકેતો શું કહી રહ્યા છે ?
બુધવારે એશિયન બજારોમાં તેજી રહી. જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં મજબૂત વધારા સાથે ઊંચો વેપાર થયો, જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના બજારોમાં પણ હળવાથી મધ્યમ વધારો નોંધાયો. એશિયન બજારોમાં આ મજબૂતી એવા સમયે આવી છે જ્યારે તાજેતરના ટ્રેડિંગ સત્રોમાં યુએસ બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું.
યુએસ બજારોની વાત કરીએ તો, મંગળવારે S&P 500 અને Nasdaq ઘટ્યા હતા, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ સતત ત્રીજા દિવસે રેકોર્ડ ઊંચાઈએ બંધ થવામાં સફળ રહ્યા હતા. ડિસેમ્બરના નબળા રિટેલ વેચાણ ડેટાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી. અહેવાલ મુજબ, બજારમાં સુધારાની અપેક્ષાઓ હોવા છતાં, ગ્રાહક ખર્ચમાં વધારો થયો નથી. રોકાણકારો હવે આગામી યુએસ શ્રમ બજાર ડેટા પર નજર રાખી રહ્યા છે.
Vande Mataram : સરકારી સમારોહમાં વંદે માતરમ અનિવાર્ય, સરકારે જાહેર કર્યો આદેશ