calendar_todayMarch 28, 2026
Surat: ઉધારમાં માલ લઈને 1.86 કરોડનું ફૂલેકું ફેરવાયું, સરોલી અને અશ્વિની કુમાર વિસ્તારમાં ઠગાઈની 5 ફરિયાદ
સુરત શહેરમાં કાપડના વેપારીઓ ફરી એકવાર ઠગબાજોના નિશાને આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સુરત કાપડ બજારમાં ઠગાઈના કિસ્સાઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં સામે આવેલા વિગતો મુજબ, જુદા જુદા વેપારીઓ પાસેથી આશરે ₹1.86 કરોડની કિંમતનું કાપડ મેળવીને પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ કરવામાં આવી છે.
પોલીસ મથકે ફરિયાદોનો ઢગલો
આ મામલે સુરતના સરોલી અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં કુલ 5 જેટલા ગુનાઓ નોંધાયા છે. ઠગબાજોએ ચોક્કસ મોડસ ઓપરેન્ડી અપનાવીને વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ મોટો આર્થિક ફટકો માર્યો હતો.
ઉધાર માલ અને પેમેન્ટમાં ઠેંગો
તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ શરૂઆતમાં નાની ખરીદી કરીને સમયસર પેમેન્ટ કરી વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ, વિશ્વાસના જોરે કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો ઉધારમાં મેળવી લીધો હતો. જ્યારે પેમેન્ટનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ રૂપિયા આપવા માટે હાથ અધ્ધર કરી દીધા હતા અથવા તો દુકાનો બંધ કરીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંંચો: Una: નેસડા ગામની યુવતીના મોતનો મામલો ગરમાયો, પિતરાઈ ભાઈઓ સામે હત્યાનો ગુનો દાખલ