android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: ઉધનામાં અજાણ્યો યુવક 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડતાં ભારે અફરાતફરી, સુરક્ષિત રીતે નીચે લાવવા મથામણ કરી

calendar_todayAugust 12, 2026

Surat: ઉધનામાં અજાણ્યો યુવક 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડતાં ભારે અફરાતફરી, સુરક્ષિત રીતે નીચે લાવવા મથામણ કરી

સુરત શહેરના ઉધના રોડ નંબર-૫ પર આવેલી એક નવનિર્મિત અને નિર્માણાધીન પાણીની ટાંકી પર આજે એક અજાણ્યો યુવક અચાનક ચડી જતાં ચકચાર મચી ગઈ હતી. અંદાજે 100 ફૂટ જેટલી ઊંચી ટાંકી પર યુવકને ઊભેલો જોઈને આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને જોતજોતામાં ત્યાં લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા.

સુરતના ઉધનામાં 'શોલે' જેવો સીન

યુવક કયા કારણોસર પાણીની ટાંકી પર ચડ્યો છે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી, પરંતુ તેની આ જોખમી હરકતને કારણે વિસ્તારમાં મોટો હાઈવોલ્ટેજ ડ્રામા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિકો દ્વારા તાત્કાલિક સુરત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો હેવી વ્હીકલ્સ અને રેસ્ક્યૂ સાધનો સાથે સ્થળ પર દોડી આવ્યો હતો.

યુવક 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડ્યો

ટાંકીની ઊંચાઈ વધુ હોવાથી તેને નીચે ઉતારવા માટે ફાયર વિભાગે હેવી વ્હીકલ્સ તેમજ વિશિષ્ટ સીડી/હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લીધી હતી. ફાયર ફાઇટરો દ્વારા યુવકને શાંત પાડીને અને સમજાવીને કોઈ પણ અપ્રિય બનાવ બન્યા વિના સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરી રહ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: ગીતામંદિર બસ ટર્મિનલ-2 નોર્થ બ્લોકનું લોકાર્પણ, મુસાફરોને મળશે એરપોર્ટ જેવી સુવિધા