android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો

calendar_todayJanuary 6, 2026

Surat: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો

શહેરના મહિધરપુરા ગલેમંડી વિસ્તારમાંથી ઝોન-3 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે રૂપિયા 15 લાખની કિંમતની ઈ-સિગારેટ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો

ઝડપાયેલા આરોપીની ઓળખ મહમંદ સાબિર તરીકે થઈ છે. તે સુરતના રાંદેર વિસ્તારનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શહેરના જાણીતા જનતા માર્કેટમાં મોબાઈલની દુકાન ધરાવે છે. મોબાઈલના વ્યવસાયની આડમાં તે આ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સાથે જોડાયેલો હતો.

મુંબઈ કનેક્શન અને મોડસ ઓપરેન્ડી

આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપી આ પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો મુંબઈથી લાવીને સુરતમાં સપ્લાય કરતો હતો.સુરતના યુવાધનને નશાના માર્ગે વાળવા માટે તે ગુપ્ત રીતે આ જથ્થો શહેરમાં વેચવાની ફિરાકમાં હતો. ઝોન-3 LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મહિધરપુરા ગલેમંડી પાસે આ પ્રકારનો જથ્થો લાવવામાં આવ્યો છે, જેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં ખાબકેલા બે વર્ષના માસૂમનું દિલધડક રેસ્ક્યું