android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat સ્મીમેર હોસ્પિટલમાં મનપાની લાલ આંખ, 19 લેટલતીફ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી, કારણ દર્શક નોટિસ જાહેર

calendar_todaySeptember 11, 2026

Surat સ્મીમેર હોસ્પિટલમાં મનપાની લાલ આંખ, 19 લેટલતીફ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી, કારણ દર્શક નોટિસ જાહેર

સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ અચાનક ઓચિંતી મુલાકાત લેતાં ભારે હડકંપ મચી ગયો હતો. નિયમ મુજબ સવારે 9:00 વાગ્યાનો હોસ્પિટલનો સમય હોવા છતાં સવારે 10:00 વાગ્યા સુધી ઓપીડી (OPD) વિભાગમાં ઘણા ડોક્ટરો ગેરહાજર જણાતાં વહીવટી તંત્રની આકરી નજર પડી હતી. દૂર-દૂરથી આવેલા દર્દીઓ સારવાર માટે રાહ જોઈને બેઠા હતા પરંતુ તબીબો પોતાની કામગીરી પર હાજર નહોતા.

19 લેટલતીફ ડોક્ટરોને કારણ દર્શક નોટિસ

આ ગંભીર બેદરકારી બદલ ઓચિંતી મુલાકાતમાં ગેરહાજર ઝડપાયેલા એસોસિયેટ પ્રોફેસર સહિત 19 જેટલા લેટલતીફ તબીબો સામે મનપા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ આ તબીબોને સમયસર હાજર રહેવા માટે કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી, છતાં આદેશોની અવગણના કરાતાં મનપા તંત્રએ તમામ 19 ડોક્ટરોને શો-કોઝ (કારણ દર્શક) નોટિસ ફટકારી છે.

સમગ્ર હેલ્થ વિભાગમાં ફફડાટ

આ આકરી કાર્યવાહી બાદ મનપા દ્વારા તબીબોની શિસ્ત જાળવવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે જો કોઈ ડોક્ટરે ઓપીડી છોડીને અન્ય ડિપાર્ટમેન્ટમાં જવું હશે તો પણ તેમણે રજિસ્ટરમાં સમય અને કારણ સાથે સત્તાવાર એન્ટ્રી કરવી ફરજિયાત રહેશે. સુરત મનપાના આ અણધાર્યા અને આકરા વલણથી સ્મીમેર હોસ્પિટલ સહિત સમગ્ર હેલ્થ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Gujarat Weather News: આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું