android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat : રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપી ઝડપાયા

calendar_todaySeptember 16, 2026

Surat : રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપી ઝડપાયા

સુરતના રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નામે બનાવાયેલા ડીપફેક વીડિયોનો ઉપયોગ કરી સાયબર ઠગાઈ કરવાના મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે વેશપલટ કરી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ કુમેદાન સમ્મુને હરિયાણાથી ઝડપી પાડ્યા છે.

ChatGPT જેવા AI ટૂલ્સથી ડીપફેક વીડિયો તૈયાર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ChatGPT જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને ગોવિંદ ધોળકિયાના મૂળ વીડિયોમાં ફેરફાર કર્યા હતા. એડિટિંગ કરીને સાંસદનો ડીપફેક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ લોકોનો વિશ્વાસ જીતવા માટે કરવામાં આવતો હતો.

જૂના સિક્કા-નોટોના નામે બનાવટી પ્રોફાઇલ

આરોપીઓએ ‘ઓલ્ડ કોઈન કંપની’ના નામે ફેક પ્રોફાઇલ બનાવી હતી. જૂના સિક્કા અને નોટોના બદલામાં લાખો-કરોડો રૂપિયા આપવાની લાલચ આપી લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. ત્યારબાદ રજિસ્ટ્રેશન અને વેરિફિકેશનના નામે નાણાં પડાવવામાં આવતા હતા.

11 UPI આઈડી અને 2 બેંક ખાતાંનો ઉપયોગ

પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ 11 UPI આઈડી અને 2 બેંક ખાતાં મારફતે દેશભરના લોકો પાસેથી નાણાં વસૂલ્યા હતા. બનાવટી ઓળખપત્રો તૈયાર કરવા માટે નકલી આધારકાર્ડ અને પાનકાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ સેલે બંને આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચો  :   UPI Transaction : 2,000 થી વધુના વ્યવહારો પર લાગશે ટેક્ષ, તમારા પર શું અસર ? 10 સવાલના જવાબો.