android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: લિંબાયત પોલીસ સ્ટેશનનો રાજ્યમાં રેકોર્ડ, વર્ષ 2025માં સૌથી વધુ 100 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી

calendar_todayJanuary 3, 2026

Surat: લિંબાયત પોલીસ સ્ટેશનનો રાજ્યમાં રેકોર્ડ, વર્ષ 2025માં સૌથી વધુ 100 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી

શહેરના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો અને માથાભારે ગુનેગારો પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વર્ષ 2025 દરમિયાન સુરતની લિંબાયત પોલીસે રાજ્યમાં સૌથી વધુ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવાનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પોલીસે આખા વર્ષ દરમિયાન કુલ 100 આરોપીઓ પર પાસા લગાવી તેમને ગુજરાતની વિવિધ જેલોના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ડિસેમ્બરમાં જ 39 આરોપીઓ સામે સપાટો

લિંબાયત પોલીસની કામગીરીની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, વર્ષના છેલ્લા મહિના એટલે કે ડિસેમ્બરમાં જ પોલીસે આક્રમક વલણ અપનાવીને 39 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીને કારણે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કેવા ગુનેગારોને જેલ ભેગા કરાયા?

લિંબાયત પોલીસે સમાજમાં અશાંતિ ફેલાવતા વિવિધ પ્રકારના ગુનેગારોની યાદી તૈયાર કરી હતી. જેમાં મુખ્યત્વે નીચે મુજબના ગુનાઓમાં સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે.મારામારી, હુમલો અને હત્યાના પ્રયાસ જેવા કેસમાં સંકળાયેલા શખ્સો. ચોરી, લૂંટફાટ અને મિલકત પચાવી પાડનારા તત્વો.દારૂબંધીના કાયદાનો ભંગ કરી દારૂના વેચાણ અને હેરાફેરીમાં સંકળાયેલા લિસ્ટેડ બુટલેગરો.

ગુજરાતની વિવિધ જેલમાં મોકલાયા

પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલા 100 જેટલા આરોપીઓને માત્ર સુરત જ નહીં, પરંતુ ગુજરાતની અલગ-અલગ જેલો જેવી કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. લિંબાયત પોલીસની આ કડક કાર્યવાહીને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે.

આ પણ વાંચો: ઉત્તરાયણ પૂર્વે પોલીસ એક્શનમાં, માંડવી પતંગ બજારમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ અંગે સઘન ચેકિંગ