android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: સરકારી નોકરીની લાલચ આપી 4 લાખ પડાવનાર ભેજાબાજ મહારાષ્ટ્ર બોર્ડર પરથી ઝડપાયો, પોલીસે 3 દિવસ કરી રેકી

calendar_todayMarch 24, 2026

Surat: સરકારી નોકરીની લાલચ આપી 4 લાખ પડાવનાર ભેજાબાજ મહારાષ્ટ્ર બોર્ડર પરથી ઝડપાયો, પોલીસે 3 દિવસ કરી રેકી

શહેરમાં સરકારી નોકરી અપાવવાના બહાને નિર્દોષ લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત પોલીસની ઝોન-6ની ટીમે મહારાષ્ટ્ર બોર્ડર પરથી એક એવા શખ્સની ધરપકડ કરી છે, જેણે સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 4 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડી 

પકડાયેલા આરોપીનું નામ અશ્વિન પ્રભાતસિંહ પાડવી છે. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તે સરકારી વિભાગમાં વગ ધરાવે છે અને તેમને નોકરી અપાવી દેશે. આ બહાને તેણે કટકે-કટકે રૂપિયા 4 લાખ પડાવી લીધા હતા. એકવાર નાણાં મળી ગયા બાદ, આરોપીએ અલગ-અલગ બહાના બતાવી ફરિયાદી સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો અને ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે આરોપીને ઝડપી લીધો

ફરિયાદ મળતા જ સુરત પોલીસની ઝોન-6ની ટીમ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્ર બોર્ડરની આસપાસ છુપાયેલો છે. પોલીસની ટીમે મહારાષ્ટ્રમાં સતત 3 દિવસ સુધી રેકી કરી હતી અને આરોપીના દરેક મૂવમેન્ટ પર નજર રાખી હતી. આખરે ચોક્કસ લોકેશન મળતા જ પોલીસે તેને મહારાષ્ટ્ર બોર્ડર પરથી દબોચી લીધો હતો.પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી સુરત લાવીને વધુ પૂછપરછ હાથ ધરી છે. 

આ પણ વાંચો: Navsari: નેશનલ હાઈવે પર સિસોદરા નજીક મુંબઈ-અમદાવાદની લક્ઝરી બસ પલટી, 5 મુસાફરો ઇજાગ્રસ્ત