android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: ખજોદ ડમ્પિંગ સાઇટ પર 42 કલાક વિતવા છતાં આગ હજું પણ બેકાબૂ, 15 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવાયો

calendar_todayFebruary 4, 2026

Surat: ખજોદ ડમ્પિંગ સાઇટ પર 42 કલાક વિતવા છતાં આગ હજું પણ બેકાબૂ, 15 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવાયો

સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ 42 કલાક પસાર થયા પછી પણ બેકાબૂ રહી છે. ફાયર વિભાગના 50થી વધુ જવાનો સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આગ પર કાબૂ મેળવવા માટે 15 લાખ લિટરથી વધુ પાણીનો વપરાશ કરવામાં આવ્યો છે.

 દુર્ગંધ, ધુમાડાના કારણે લોકો પરેશાન

આગ લાગતા ડમ્પિંગ સાઇટમાંથી દુર્ગંધ અને ધુમાડો નીકળી રહ્યો છે જેથી નજીકના વિસ્તારોમાં રહેતા લોકો માટે પરેશાનીનું કારણ બની ગયો છે. તેમ છતાં સદનસીબે કોઈ જાનહાની થયાની જાણ નથી.

કચરા કૌંભાડ બાદ આગ

આગ દોઢ દિવસથી લાગી છે અને સતત પાણીનો મારો ચલાવાઇ રહ્યો છે અને 15 લાખ લિટર પાણી વપરાયું હોવા છતાં આગ હજું પણ બેકાબૂ છે. કચરા કૌંભાડ બાદ આગ લાગવાની ઘટનાએ કોર્પોરેશનના રાજકીય મોરચે ગરમાવો લાવી લીધો છે

 ડંમ્પિગ સાઇડ પર આગ લાગી છે કે લગાવામાં આવી છે

શહેરમાં એક જ ચર્ચા છે કે ડંમ્પિગ સાઇડ પર આગ લાગી છે કે લગાવામાં આવી છે. બીજી તરફ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડ સતત પ્રયાસો કરી રહ્યું છે. 


આ પણ વાંચો----    Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા