calendar_todayFebruary 5, 2026
Surat: ગુજસીટોકના કુખ્યાત આરોપી આશિષ ચિકના ની ગુંડાગીરી, રિલ વાયરલ કરનારને ચાકૂની અણીએ ધમકાવી 4500 રુપિયા લૂંટી લીધા
સુરત શહેરના કુખ્યાત ગુજસીટોકના આરોપી આશિષ ચિકના ની વધુ એક ગુંડાગીરી સામે આવી છે. આશિષ ચિકનાએ રીલ વાયરલ કરનાર યુવકને ચાકૂની અણીએ ધમકાવી 4500 રુપિયા લૂંટી લીધા હતા.
રિલ વાયરલ કરનારા યુવકને ચાકૂ બતાવીને ધમકાવ્યો
મળેલી માહિતી પ્રમાણે ગુજસીટોકના ગુનાનો નામચીન આરોપી આશિષ ચિકના સામે સારોલી પોલીસમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં આશિષ ચિકનાએ તેની રિલ વાયરલ કરનારા યુવકને ચાકૂ બતાવીને ધમકાવ્યો હતો અને 4500 રુપિયાની લૂંટ ચલાવી હતી
કારના કાફલા સાથે ભાઇગીરીની રિલ બનાવી હતી
માથાભારે આશિષ ચિકનાએ અગાઉ કારના કાફલા સાથે ભાઇગીરીની રિલ બનાવી હતી અને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો જેના પગલે ખળભળાટ મચી ગયો હતો.
યુવકે સારોલી પોલીસ મથકમાં જઈને ફરિયાદ નોંધાવી
ઘટનાના ભોગ બનનાર યુવકે સારોલી પોલીસ મથકમાં જઈને ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો----- Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે