android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Suratના ડિંડોલીમાંથી પોલીસે  રૂ.8 લાખની કિંમતના 8 કિલો ગાંજાના જથ્થા સાથે 3 આરોપીઓની કરી ધરપકડ

calendar_todayOctober 17, 2026

Suratના ડિંડોલીમાંથી પોલીસે રૂ.8 લાખની કિંમતના 8 કિલો ગાંજાના જથ્થા સાથે 3 આરોપીઓની કરી ધરપકડ

સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા આંતરરાજ્ય ગાંજા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડિંડોલી પોલીસે ગુપ્ત બાતમીના આધારે દેલાડવા રોડ પર આવેલા આણંદ વાટિકા પાસે દરોડો પાડીને રૂ.8 લાખની કિંમતનો 8 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે સપ્લાયર સહિત કુલ ત્રણ આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ વાટિકા પાસે દરોડો અને ઝડપાયેલા આરોપીઓ

પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ડિંડોલી પોલીસે આણંદ વાટિકા, દેલાડવા રોડ પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન પોલીસે બે શંકાસ્પદ ઈસમોને રૂ. 8 લાખની કિંમતના 8 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે તેઓ આ ગાંજાનો જથ્થો સુરતના જ એક ઈલેક્ટ્રિકલ વેપારી ગૌરવ તિવારી પાસેથી લાવ્યા હતા.

ઓડિશાથી સપ્લાય અને વેપારીનો ખુલાસો

માહિતી મળતા જ પોલીસે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર ગૌરવ તિવારીની પણ તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન વેપારી ગૌરવ તિવારીએ કબૂલાત કરી હતી કે ધંધામાં ભારે દેવું થઈ જતાં તેણે ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવાની લાલચે નશાનો વેપાર શરૂ કર્યો હતો. તે છેક ઓડિશાથી ગાંજાનો જથ્થો મંગાવી સુરતમાં પોતાના નેટવર્ક દ્વારા છૂટક વેચાણ કરાવતો હતો.

Ganja racket busted in Dindoli, Surat

પોલીસની આગળની કાર્યવાહી

ડિંડોલી પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઓડિશામાં ગૌરવ તિવારી કોના સંપર્કમાં હતો અને સુરતમાં અન્ય કયા કયા વિસ્તારોમાં આ નશાનો જથ્થો પહોંચાડવામાં આવતો હતો તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો