android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: BRTS કોરિડોરમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને ઉડાવી, ભયાનક અકસ્માતના CCTV આવ્યા સામે

calendar_todayMarch 2, 2026

Surat: BRTS કોરિડોરમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને ઉડાવી, ભયાનક અકસ્માતના CCTV આવ્યા સામે

સુરત શહેરની ઓળખ ગણાતી BRTS બસ સેવા હવે ખાનગી વાહન ચાલકોની બેદરકારીને કારણે જોખમી બની રહી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પ્રતિબંધિત BRTS કોરિડોરમાં ઘૂસી આવેલા એક ટેમ્પોએ બસને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ હવે સામે આવ્યા છે, જે વાહન ચાલકોની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરી રહ્યા છે.

સુરતમાં BRTS કોરિડોરમાં અકસ્માત 

રવિવારે બપોરે જહાંગીરપુરાથી અલથાણ તરફ જઈ રહેલી BRTS બસ જ્યારે કૈલાશનગર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રોંગ સાઈડમાં એક ટેમ્પો ધસી આવ્યો હતો. ટેમ્પો ચાલકે બસને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બસના આગળના ભાગના કાચના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા અને બસને મોટું નુકસાન થયું હતું.

ખાનગી વાહનોનો વધતો ત્રાસ

સુરત મહાનગરપાલિકા દ્વારા BRTS કોરિડોરમાં ખાનગી વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં વાહન ચાલકો શોર્ટકટ લેવા અથવા ટ્રાફિકથી બચવા માટે કોરિડોરમાં વાહનો હંકારી રહ્યા છે. આ અગાઉ પણ આવા અનેક અકસ્માતોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અથવા ઘાયલ થયા છે.

CCTV ફૂટેજમાં કેદ થઈ લાપરવાહી

સામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ટેમ્પો ચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઈડમાં બસના ટ્રેક પર આવી ગયો હતો. આ અકસ્માત બાદ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને કોરિડોરમાં ખાનગી વાહનો રોકવા માટે કડક સુરક્ષાની માંગ ઉઠી છે.

આ પણ વાંચો: Anand: અલારસા દૂધ મંડળીમાં 20 લાખનું કૌભાંડ, બોરસદ APMC ચેરમેન સહિત 10 વિરુદ્ધ કોર્ટની નોટિસ