calendar_todayFebruary 9, 2026
Surat : સાયણ CHCમાં નર્સે સગર્ભાના પરિવારને ધક્કા મારી બહાર કાઢી મુકયો અને મોબાઈલ પણ ઝૂંટવી લેતા વિવાદ, ઉચ્ચ કક્ષાએ કરાઇ ફરિયાદ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની ઉદ્ધત વર્તણૂકના કારણે ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. સાયણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દેલાડ પાટિયા ના વતની નવજાત બાળક અને સગર્ભા ભાભીને વેક્સિન મુકાવવા ગયેલી યુવતી સાથે ફરજ પરની નર્સ મનીષા ઠાકોરે ગેરવર્તન કરી, ધક્કા મારી બહાર કાઢી મુક્યા હોવાના આરપ લગાવાયા છે. આ મામલે પીડિત પરિવારે રાજ્યના ગૃહમંત્રીને અને આરોગ્યમંત્રીને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માગ કરી છે.
ચાર માસના બાળક સાથે વેક્સિન માટે આરોગ્ય કેન્દ્ર ગયા હતા
ઓલપાડના દેલાડ ગામે મારુતિ રેસીડેન્સીમાં રહેતા માયાબેન શર્મા 2 ફેબ્રુઆરીએ તેમની માતા અને સગર્ભા ભાભી ચાર માસના બાળક સાથે વેક્સિન માટે આરોગ્ય કેન્દ્ર ગયા હતા. આરોગ્ય કેન્દ્આ અગાઉ પણ અહીં વેક્સિન મુકાવવામાં આવી હતી. જો કે ગર્ભવતી મહિલા સાથે અને પરિવાર સાથે સાયણ સીએચસીમાં નર્સ તરીકે ફરજ બજાવતી મનીષા ઠાકોર દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન કરવાની ઘટના બની હતી. નર્સ મનીષા ઠાકોરે તમે રાજ્ય બહારના હોવાથી અહીં રસી નહીં મળે તેમ કહી જીભાજોડી શરૂ કરી હતી.
નર્સે તેમનો ફોન ઝૂંટવી લીધો
પરિવારે જ્યારે વિરોધ કર્યો ત્યારે નર્સ આવેશમાં આવી ગઈ હતી અને માસુમ બાળક તેમજ સગર્ભા મહિલાને ધક્કા મારી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આ ગેરવર્તણૂનો માયાબેને મોબાઈલમાં વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતા નર્સે તેમનો ફોન ઝૂંટવી લીધો હતો. અને પોલીસ કેસ કરવાની ધમકી આપી ફોન મેડિક્લ ઓફિસર પાસે જમા કરાવી દીધો હતો, જે મોડી સાંજે પરત મળ્યો હતો.
સમગ્ર મામલાની તપાસ થશે
સમગ્ર ઘટનાની જાણ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ને થતાં નર્સ દ્વારા મોબાઈલ જપ્ત કરવાની જાણ થતા પરત અપાવ્યો હતો ડો.શશી દ્વારા વેક્સિન મુદ્દે થયેલી બબાલની તપાસ ઉપરી અધિકારી દ્વારા આવનારા દિવસોમાં કરવામાં આવશે અને પગલાં લેવાની ખાત્રી આપી હતી.
આ પણ વાંચો---- Ahmedabad : ગોડસેનું નાટક રોકવાની માંગ સાથે વિરોધ, દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી NSUIનો વિરોધ