android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News : નવી સિવિલ હોસ્પિટલ રોડ પર કૂતરાનો આતંક, દરરોજ નોંધાય છે 130 થી વધુ કેસ...!

calendar_todayJanuary 8, 2026

Surat News : નવી સિવિલ હોસ્પિટલ રોડ પર કૂતરાનો આતંક, દરરોજ નોંધાય છે 130 થી વધુ કેસ...!

સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના આંકડા ચોંકાવનારા છે, જ્યાં દરરોજ સરેરાશ 130 જેટલા કૂતરા કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હોસ્પિટલના એન્ટી-રેબીઝ સેન્ટરમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રખડતા શ્વાનો હવે હિંસક બની રહ્યા છે, જેના કારણે રસ્તા પરથી પસાર થવું પણ જોખમી બન્યું છે.

સુરતીઓ ત્રાહિમામ

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ હુમલાઓનો શિકાર મોટાભાગે નિર્દોષ નાના બાળકો બની રહ્યા છે. રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં રમતા બાળકો પર કૂતરાઓ ત્રાટકતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જોકે, રખડતા કૂતરાઓના પ્રશ્ને સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અખત્યાર કર્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નસબંધી કે રસીકરણની કામગીરી જમીની સ્તરે નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેવું જણાય છે. તંત્રની ઢીલી નીતિને કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

આ પણ વાંચો : Nasvadi ના ચામેઠા PHC ની બેદરકારી, હોસ્પિટલના રસોડામાં ધમધમે છે લેબોરેટરી, દર્દીઓ રામભરોસે