calendar_todayMarch 4, 2026
Surat News : સુરતના સારોલીમાં વેપારી સાથે રૂ.16.20 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
સુરતમાં આરોપીએ વેપારી પાસેથી કરોડોનો માલ મંગાવ્યો હતો અને માલ મંગાવી પેમેન્ટ ન ચૂકવીને આરોપીએ કરી હતી છેતરપિંડી જેમાં સારોલી પોલીસમાં નોંધાયો હતો છેતરપિંડીનો ગુનો, તો પોલીસે કલકત્તાથી આરોપીને ઝડપી પાડયો છે, માલ કોને આપ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી.
સારોલીમાં વેપારી સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો
સુરતના સારોલીમાં કાપડ વેપારી સાથે રૂપિયા 16.20 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે અને સારોલી પોલીસે આરોપી વિજય ચોથમલ અગ્રવાલને કલકત્તાથી ઝડપી પાડ્યો છે, આરોપીએ સારોલીના કાપડ વેપારી પાસેથી કરોડોનો માલ મંગાવ્યો હતો જે બાદ શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ જીત્યો હતો અને માલ મંગાવતો હતો.
સારોલી પોલીસે આરોપીને ઝડપ્યો
અંતે રૂપિયા 16.20 લાખનું માલ મંગાવી પેમેન્ટ ચૂકવ્યા વિના સંપર્ક વિહોણા થઈ ગયો હતો જેથી આરોપી વિરુદ્ધમાં સારોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, ઝડપાયેલ આરોપીએ અન્ય કોઈ વેપારી સાથે છેતરપિંડી કરી છે કે નહી તે દિશામાં તપાસ શરૂ કરી છે.