android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News :  સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના, વીડિયો વાયરલ કરવાની ધમકી સાથે 2 શખ્સે 40 લાખ પડાવ્યા

calendar_todayJanuary 24, 2026

Surat News : સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના, વીડિયો વાયરલ કરવાની ધમકી સાથે 2 શખ્સે 40 લાખ પડાવ્યા

સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના બની છે અને બે ભાઇઓએ અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ છે, આરોપીની બહેને વીડિયો બનાવ્યો હોવાનો આરોપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા છે, રાંદેર પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના

સુરતના રાંદેરમાં દુષ્કર્મની ઘટના બની છે અને મેકઅપ આર્ટિસ્ટ પાસેથી શખ્સોએ રુ. 40 લાખ પડાવ્યા છે, યુસુફ શેખ, ઇશરત શેખ, સોહેલ શેખ સામે ફરિયાદ નોંધાઈ છે અને મેકઅપ આર્ટિસ્ટે વીડિયો વાયરલ થવાની ધમકીને લઈ આ ફરિયાદ નોંધાવી છે, તો ભોગ બનેલ યુવતીનું પોલીસે મેડિકલ ચેકિંગ પણ કરાવ્યું છે, અને બે શખ્સોએ તો વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાની વાત પણ સામે આવી છે, તો ભોગ બનનાર અને ફરિયાદી કેટલા સમયથી સંપર્કમમાં હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

બે ભાઈઓ દ્વારા અવાર નવાર આચરવામાં આવ્યું દુષ્કર્મ

એટલું જ નહી આરોપીની બહેને સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હોવાનો આરોપ ભોગ બનનારે કર્યો છે, જ્યાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી 40 લાખ રૂપિયા પડાવ્યા છે, હાલમાં આરોપીઓ પોલીસની પકડની બહાર છે અને આરોપીને શોધવા પોલીસે અલગ-અલગ ટીમો પણ બનાવી છે.


આ પણ વાંચો : Chhota Udepur News : બાળકો રામ ભરોસે, સંખેડા તાલુકાના સારંગપુરમાં તૈયાર થયેલું આંગણવાડીનું નવું નંદઘર આજે પણ લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે