android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: એરપોર્ટ પર 2.80 કરોડના ગાંજા સાથે એકની ધરપકડ

calendar_todayMay 10, 2026

Surat News: એરપોર્ટ પર 2.80 કરોડના ગાંજા સાથે એકની ધરપકડ

સુરત એરપોર્ટ પર ડીઆરઆઇ વિભાગે કરેલી કાર્યવાહી દરમિયાન ફ્લાઈટથી ઉતરીને બહાર નીકળી રહેલા યાત્રી પાસેથી 2.80 કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. ડીઆરઆઈ વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ શનિવારે દિલ્હીથી સુરત આવનારી ફ્લાઈટમાં એક યાત્રી પાસે ગાંજો હોવાની બાતમી અધિકારીઓને મળી હતી.જેના આધારે અધિકારીઓએ ફ્લાઈટ પહોંચે તેની પહેલા જ એરપોર્ટથી બહાર જતા રસ્તા પર વોચ ગોઠવી દીધી હતી.બપોરે 11 કલાકે ફ્લાઇટ એરપોર્ટ પર પહોંચી ત્યારે તમામ શંકાસ્પદ યાત્રીઓની મોનિટરિંગ કરવામાં આવી રહી હતી.

સુરત એરપોર્ટ પર DRIની કાર્યવાહી

જે દરમિયાન એક શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી.પરંતુ યાત્રીએ વ્યવસ્થિત જવાબ નહીં આપતા તેની ઉપરનો શક વધુ ઘેરાયો હતો અને ડીઆરઆઈના અધિકારીઓએ તેની તપાસ કરી હતી.જે દરમિયાન યાત્રી પાસે એક પોલિથીન મળી આવી હતી જેમાં લીલા રંગના પાંદડા જેવી વસ્તુ મળી આવી હતી.લેબોરેટરીમાં તપાસ કરાતા કૈનાબિસ હોવાનો ખુલાસો થયો હતો.ત્યારબાદ ડીઆરઆઈના અધિકારીઓએ યાત્રીની ધરપકડ કરી 8 કિલો ગાંજો જપ્ત કરી લીધો હતો.જેની કિંમત 2.80 કરોડ માનવામાં આવી રહી છે.આ દરમિયાન એરલાઈન્સ તેમજ સીઆઈએસએફના જવાનોએ પણ મદદ કરી હતી.

2.80 કરોડના ગાંજા સાથે એકની ધરપકડ

ડીઆરઆઈએ પકડાયેલા યાત્રી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેસેસ અધિનિયમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.રેલવે પોલીસે પણ અગાઉ અનેકવાર રેલવેથી ગાંજા લાવનારાઓની ધરપકડ કરી છે પરંતુ હવે રેલવેની સાથે એરલાઇ ન્સમાં પણ ગાંજો લાવવાનો ખુલાસો થયા બાદ એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ડીઆઈઆર વિભાગે અગાઉ પણ સુરત એરપોર્ટ પરથી દાણચોરીના અનેક કેસ ઝડપી પાડયા છે.કસ્ટમ વિભાગ તેમજ ડીઆરઆઈ દ્વારા સતત મોનીટરિંગના લીધે સુરત એરપોર્ટ પર દાણચોરીના કેસો ઘટયા છે પરંતુ તે છતાંય આ બનેલી ઘટનાના લીધે ફરીથી તપાસ એજન્સીઓ વધુ એલર્ટ બની ગઈ છે.

આ પણ વાંચોઃ Ahmedabad ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી: 4.19 કરોડની કિંમતની 93 હજારથી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું