android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: સચિન ઇન્ડ્રસ્ટ્રીઝે ટેક્સટાઇલના વીજદરમાં 50 ટકા રાહતની માગ કરી

calendar_todayMarch 30, 2026

Surat News: સચિન ઇન્ડ્રસ્ટ્રીઝે ટેક્સટાઇલના વીજદરમાં 50 ટકા રાહતની માગ કરી

હાલની યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉદ્યોગો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.વર્તમાન સ્થિતિને કારણે સુરત શહેર અને જિલ્લાના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે ઉદ્યોગકારોએ વીજદરમાં રાહત આપવા માંગ ઉઠાવી છે. સુરત શહેર-જિલ્લાના ટેક્સટાઈલ યુનિટોને વીજદરમાં 50 ટકા રાહત આપવા માંગ કરવામાં આવી છે.

વીજ ખર્ચ ઉદ્યોગકારો માટે મોટું ભારણ બન્યું

સચિન ઈન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટીના કારોબારી સભ્ય મહેન્દ્ર રામોલિયા દ્વારા ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત કરી ટેક્સટાઇલ યુનિટને હાલની પરિસ્થિતિમાં સહાય આપવાની માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક સમયથી યાર્ન અને ગ્રે માર્કેટમાં ઘટાડો, ઓર્ડર ઓછા મળતા હોવા તેમજ ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ટેક્સટાઇલ ઉદ્યોગ ભારે દબાણમાં છે.ખાસ કરીને વીજ ખર્ચ ઉદ્યોગકારો માટે મોટું ભારણ બન્યું છે.

ફિક્સ ચાર્જમાં 50 ટકા સુધી રાહતની માંગ

હાલ ઘણા યુનિટ અર્ધ ક્ષમતા પર ચાલી રહ્યા છે અથવા બંધ થવાની કગારમાં છે.કારીગરોની પણ ઘટ વર્તાઈ રહી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતમાં ચાલતા ટેક્સટાઇલ યુનિટને L.T. અને H.T. કનેક્શનના ફિક્સ ચાર્જમાં 50 ટકા સુધી રાહત આપવી જોઈએ.આ પ્રકારની રાહત આપવામાં આવશે તો બંધ થતા યુનિટોને ફરી ગતિ મળશે અને રોજગાર પણ બચી શકશે. સરકારે અને વીજ કંપનીએ તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને ઉદ્યોગને સંકટમાંથી બહાર લાવવાની જરૂરિયાત છે.

આ પણ વાંચોઃ Rajkot News: આતંક મચાવતી ઈભલા ગેંગ સામે ગુજસીટોક, ગુના આચરતી વધુ ત્રણ ગેંગ સામે કાર્યવાહી થશે