android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News : BRTS માં બેસતા મુસાફરો સાવધાન, પર્વત પાટીયા ખાતે ચાલુ બસે ત્રણ મુસાફરો પટકાયા

calendar_todayJuly 27, 2026

Surat News : BRTS માં બેસતા મુસાફરો સાવધાન, પર્વત પાટીયા ખાતે ચાલુ બસે ત્રણ મુસાફરો પટકાયા

સુરત શહેરમાં BRTS બસના મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. પર્વત પાટીયા BRTS જંકશન ખાતે ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી એક બસમાં બેદરકારીની હદ વટાઈ ગઈ હતી, જ્યાં ચાલુ બસે ડ્રાઈવરે બેદરકારીપૂર્વક વાહન હંકારતા ત્રણ મુસાફરો નીચે પટકાયા હતા.

ક્ષમતા કરતા વધુ ભીડ ભારે પડી

ઘટના સમયે બસમાં ભીડભાડ એટલી હદ સુધી હતી કે મુસાફરનો હાથ બસના દરવાજા કે અન્ય ભાગમાં ફસાઈ ગયો હતો. ઓવરલોડ બસ અને ડ્રાઈવરની લાપરવાહીના કારણે થયેલી આ દુર્ઘટનામાં પટકાયેલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે.

ડ્રાઈવરની ઘોર બેદરકારી ઉજાગર

જાહેર પરિવહન સેવામાં મુસાફરોની જાન સાથે ચેડા કરતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા વારંવાર મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર બસોમાં ઓવરલોડ ભરેલા મુસાફરો અને ડ્રાઈવરોની મનમાનીના કારણે નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : થરાદમાં 10 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી