android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: મોતીવાલા પરફ્યુમ પર GST વિભાગની તવાઈ, કરોડોની ચોરી ઝડપાઈ

calendar_todayFebruary 4, 2026

Surat News: મોતીવાલા પરફ્યુમ પર GST વિભાગની તવાઈ, કરોડોની ચોરી ઝડપાઈ

સુરતમાં હાલ GST વિભાગ દ્વારા જીએસટી ચોરી મામલે સતત સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ રેડ દરમિયાન કરોડોની કરચોરી ઝડપાઈ છે. જે કારણે જીએસટીની ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત શહેરમાં આવેલા મોતીવાલ પરફ્યુમ પર જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે.

 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી

સુરત શહેરમાં મોતીવાલા પરફ્યુમ પર GST વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવતા 10 કરોડના પરફ્યુમ એન્ટ્રી વગર વેચાણ કર્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં 3.40 કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ સાથે સંચાલકે બીલ વગર માલ વેચ્યા હોવાનો પણ તપાસ દરમિયાન ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે, છ મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમ ખાતે જીએસટીની તપાસ કરવામાં આવી હતી. હાલ GST વિભાગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પરફ્યુમ પર 18 ટકા GST

સુરતના મોતીવાલા પરફ્યુમ પર સેન્ટ્રલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પરફ્યુમ પર 18 ટકા GST ભરવાનો હોવા છતાં સંચાલકે બીલ વગર માલનું વેચાણ કરી જીએસટીની ચોરી કરી હતી. હાલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી સુરતમાં વેપારી વર્ગમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, વસંત ગજેરા પાસે દુકાન ખરીદનારની IT વિભાગ કરશે તપાસ