android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, 1500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા : સૂત્ર

calendar_todayFebruary 4, 2026

Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, 1500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા : સૂત્ર

30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરાઇ છે અને અનેક થોકબંધ દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે, રહેણાંક અને ઓફિસ સ્થળેથી દસ્તાવેજ મળ્યા અને IT દ્વારા તમામ દસ્તાવેજોની ઉલટ તપાસ કરાશે અને IT વિભાગ દ્વારા ગજેરા કંપની સામે કાર્યવાહીની તૈયારી કરાઈ છે, બેનામી વ્યવહારો મળી આવ્યા બાદ હવે IT વિભાગ દ્વારા ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહીની તૈયારી કરાઈ રહી છે.

મિલકત, દુકાન સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે

વસંત ગજેરા એન્ડ કંપનીએ જમીન ટોચ મર્યાદાના કાયદાથી બચવાની સાથે સાથે ઈન્કમટેક્સની ચોરી કરવા માટે અનેક મિલકત અન્યોના નામે ખરીદી હોવાનું ઈન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યું છે. કારણ કે મોટા પાયા પર જમીન, મિલકત, દુકાન સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે. તેમાં કેટલાય દસ્તાવેજ, પાવર ઓફ એટની, સાટાખત સહિતના કાગળ અન્યોના નામે હોવાના કારણે આગામી દિવસોમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવા ઉજળા સંકેતો ઉભા થયા છે. સાથે સાથે સતત ત્રીજા દિવસે વસંત ગજેરા અને તેની સાથે સંકળાયેલાઓને ત્યાં તપાસનો દોર યથાવત રહ્યો છે.

ટેક્સ બચાવવા માટે કેટલાક લોકો દ્વારા અન્યના નામે મિલકત, જમીનની ખરીદી કરતા હોય છે

તેના કારણે જ કેન્દ્ર સરકાર દ્વારા બેનામી એક્ટ લાવવામાં આવ્યો હતો. તેમાં અન્યોના નામે મિલકત, જમીન ખરીદી હોવાનું પુરવાર થાય તો તે મિલકત જપ્ત કરવામાં આવતી હોય છે. અથવા તો બજાર કિંમત હોય તેના ૨૫ ટકા રકમનો દંડ વસુલ કરવામાં આવતો હોય છે. સાથે સાથે અન્યોના નામે મિલકત ખરીદનારને સાત વર્ષ સુધીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેથી વસંત ગજેરા ખેલ કર્યો હોવાનું અધિકારીઓને જણાતા આગામી દિવસોમાં તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.

હવાલાથી નાણાં વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું

ત્રીજા દિવસની તપાસમાં વસંત ગજેરા સહિતનાઓને ત્યાંથી ૮ કરોડ રોકડા ઉપરાંત સોના-ચાંદીની જવેલરી સહિત મોટાપાયા પર દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, આગામી દિવસોમાં સીલ કરાવેલા લોકરો સહિત દસ્તાવેજનો તાળો મેળવવામાં આવશે તે દરમિયાન વસંત ગજેરા એન્ડ કંપની દ્વારા ભરવામાં આવેલા આઈટી રિર્ટનની ઊલટતપાસ કરવામાં આવનાર છે, જેમાં છેલ્લાં ૭ વર્ષના રિટનોની ચકાસણી કરાશે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં ઈડી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે કારલ કે, હવાલાથી નાણાં વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

વેસુની જમીન વિવાદમાં એક રુમ ભરાય તેટલા નાંણા એક દિવસમાં આપ્યા હતા

વસંત ગજેરાએ વેસુની એક જમીન ખરીદી હતી. જોકે તે જમીનમાં પહેલેથી જ વિવાદ ચાલતો હોવાના કારણે કોર્ટમાં પણ તેની સુનાવણી ચાલી રહી હતી. જોકે આ કેસ કોર્ટની બહાર જ પુરો થઇ જાય તે માટેના પ્રયાસો વસંત ગજેરા અને તેના મળતીયાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમાં અડાજણ સ્ટાર બજાર પાસે આવેલી એક ઓફિસમાં બેઠક પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં એક જ દિવસમાં નાણા આપવામાં આવે અને ત્યાર બાદ જ સામેવાળાએ સહી કરવાની ખાત્રી આપી હતી. જેથી વસંત ગજેરાએ તાત્કાલિક તે રકમ આપવાની તૈયારી બતાવી હતી. સાથે સાથે એક રુમ ભરાઇ જાય તેટલી રકમ ગણતરીના કલાકોમાં જ આપીને સમાધાન કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. જોકે આ તમામ રકમ બ્લેકની આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેની પણ તપાસ કરવામાં આવે તો અધધ કહી શકાય તેટલા નાણાની ચુકવણી બ્લેકમાં કરવામાં આવી હતી.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરમાં માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન, વાંકાનેર સીટી પોલીસે 13 લોકો સામે નોંધ્યો ગુનો