android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News : સુરતના માંગરોળમાં વિદેશી દારૂના કટિંગ સમયે SMC ત્રાટકી, 5 આરોપી ફરાર થયા

calendar_todayMarch 2, 2026

Surat News : સુરતના માંગરોળમાં વિદેશી દારૂના કટિંગ સમયે SMC ત્રાટકી, 5 આરોપી ફરાર થયા

સુરતના માંગરોળમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડયા છે અને દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે, પોલીસે નરેશ રાઠોડના નામના આરોપીને ઝડપ્યો છે અને દારુ મોકલનાર સહિત 5 લોકો વોન્ટેડ જાહેર કરાયા છે.

સુરત જિલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો

સુરતના માંગરોળના કઠવાડા ગામે ખુલ્લી જગ્યામાં દારૂના કટિંગ સમયે SMCએ રેડ કરી હતી અને હોળી ધુળેટીના તહેવાર સમયે જ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે, મોનિટરીંગ સેલે 5154 બોટલ સાથે રૂ.16 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને 2 કાર અને મોબાઈલ મળી કુલ્લે રૂ.21 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો.

માંગરોળ પોલીસ ઉંઘતી ઝડપાઈ

પોલીસે નરેશ રાઠોડ નામના ઇસમને ઝડપી પાડ્યો જ્યારે દારૂ મોકલનાર સહિત 05 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે, મોટી માત્રામાં દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસ ઉધતી ઝડપાઇ છે, તો સ્થાનિક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે તો નવાઈ નહી.