android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: અડાજણમાં બાઈકમાં ઘૂસ્યો કોબ્રા સાપ, રેસ્ક્યૂ Video

calendar_todayJuly 26, 2026

Surat News: અડાજણમાં બાઈકમાં ઘૂસ્યો કોબ્રા સાપ, રેસ્ક્યૂ Video

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ગુજરાત ગેસ સર્કલ નજીક એક ચોંકાવનારી અને હૃદયધબકારો વધારી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં રોડ પર પાર્ક કરેલી રૂ. 3 લાખની કિંમતની સ્પોર્ટ્સ બાઈકના બોડી પાર્ટમાં એક અત્યંત ઝેરી અને વિષધર કોબ્રા ઘૂસી જતાં ભારે ચકચાર મચી ગઈ હતી.

બાઈક સ્ટાર્ટ કરતી વખતે સાપ દેખાતાં ચાલકનો જીવ તાળવે ચોંટ્યો

બાઈક માલિક જ્યારે પોતાની ગાડી સ્ટાર્ટ કરવા માટે નજીક ગયા અને ચાવી લગાવી, ત્યારે જ બાઈકના સાંકડા બોડી પાર્ટની અંદર સળવળાટ થતો જોવા મળ્યો હતો. નજીકથી જોતાં જ અંદર ફણા ઉગામીને બેઠેલો વિષધર કોબ્રા નજરે પડ્યો હતો. બાઈકમાં ઝેરી સાપ હોવાની જાણ થતાં જ બાઈક ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ ઘટના વાયુવેગે પ્રસરતાં રોડ પર લોકોના મોટા ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને ભારે કૂતુહલ સર્જાયું હતું.

ખાડીપુરના પાણી ઓસરતાં જ વન્યજીવોનો ભય વધ્યો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સુરતમાં તાજેતરમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ આસપાસના નીચાણવાળા અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાંથી ઝેરી સાપ અને મગર જેવા વન્યજીવો માનવ વસવાટ તરફ બહાર આવી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે શહેરીજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જાણીતા સ્નેક રેસ્ક્યૂઅર ધવલ ભંડારીની ટીમે હાથ ધર્યું સફળ રેસ્ક્યૂ

ઘટના અંગે તાત્કાલિક જાણીતા સ્નેક રેસ્ક્યૂઅર ધવલ ભંડારી ને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ધવલ ભંડારી તેમની ટીમ સાથે તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્પોર્ટ્સ બાઈકના અત્યંત સાંકડા ભાગમાં છુપાઈને બેઠેલા કોબ્રાને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ અને જોખમી હતો. ધવલ ભંડારીએ ભારે જહેમત અને મશક્કત બાદ કોબ્રાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સહીસલામત રીતે બહાર કાઢી બરણીમાં પૂર્યો હતો.

==" target="_blank">

==

કોઈને ઈજા નહીં, કોબ્રાને નૈસર્ગિક જંગલમાં છોડાશે

કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ વગર આ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાતાં બાઈક માલિક સહિત ઉપસ્થિત લોકોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. સ્નેક રેસ્ક્યૂ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રેસ્ક્યૂ કરવામાં આવેલા આ વિષધર કોબ્રાને સુરક્ષિત રીતે તેના નૈસર્ગિક જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.


આ પણ વાંચો - Surat News: દિલ્હીમાં જંતરમંતર પર યુવતીના મોતનો ખોટો વીડિયો બનાવનાર વરાછાનો યુવક ઝડપાયો