android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: SMCમાં નોકરી મેળવવા બોગસ નિમણૂક પત્ર લઈને પહોંચેલી મહિલા પકડાઈ, સાયબર સેલમાં નોંધાશે ફરિયાદ

calendar_todayAugust 30, 2026

Surat: SMCમાં નોકરી મેળવવા બોગસ નિમણૂક પત્ર લઈને પહોંચેલી મહિલા પકડાઈ, સાયબર સેલમાં નોંધાશે ફરિયાદ

સુરત મહાનગરપાલિકા (SMC) ના નામે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ સક્રિય થઈ હોવાનો દિલધડક કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે બપોરે એક મહિલા રાજસ્થાનથી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પોતાની નોકરીમાં જોડાવવા માટે પહોંચી હતી. મહિલા પાસે સુરત મનપામાં ‘વર્ગ-3’ ના કર્મચારી તરીકેનું નિમણૂક પત્ર હતું.

સુરત મહાનગરપાલિકામાં નોકરીના નામે ઠગાઈ

આ મહિલા જ્યારે રિક્રુટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં પોતાનો ઓર્ડર લઈને પહોંચી ત્યારે ત્યાં ફરજ બજાવતા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ધવલ મોદી અને તેમની ટીમે લેટરની ચકાસણી હાથ ધરી હતી. મનપાના નિયમો મુજબ કોઈપણ નિમણૂક પત્ર પર ડેપ્યુટી કમિશનરની સહી અને સુરત મહાનગરપાલિકાનો સત્તાવાર સિક્કો હોય છે. પરંતુ આ મહિલા પાસે રહેલા નિમણૂક પત્રની તપાસ કરતાં તેમાં સુરત કલેક્ટર, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મનપા કમિશનરના સિક્કા અને સહીઓ કરવામાં આવી હતી. આ અસામાન્ય સહી-સિક્કા જોઈને જ અધિકારીઓને ખ્યાલ આવી ગયો હતો કે આ પત્ર તદ્દન બોગસ અને નકલી છે.

કલેક્ટર અને ગૃહ મંત્રીની ખોટી સહીઓ મળી

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મહિલા મૂળ રાજસ્થાનની છે અને તેને આ બોગસ નિમણૂક પત્ર મહારાષ્ટ્રથી ટપાલ (પોસ્ટ) દ્વારા મોકલવામાં આવ્યો હતો. કયા સરનામેથી અને કોના દ્વારા આ પોસ્ટ મોકલવામાં આવી હતી તેની તમામ વિગતો મનપા તંત્રે એકત્ર કરી લીધી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરી ટૂંક સમયમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવશે.

આ પણ વાંચો: Kutch: સામખીયાળી હાઇવેની હોટલમાંથી MD ડ્રગ્સ અને પોષડોડા પાઉડર ઝડપાયો, 3 ની ધરપકડ