android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: SMCનું ઐતિહાસિક બજેટ, 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વેરામાં કોઈ વધારો નહીં

calendar_todayFebruary 3, 2026

Surat: SMCનું ઐતિહાસિક બજેટ, 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વેરામાં કોઈ વધારો નહીં

સુરત શહેરના વિકાસ માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુરત મનપાના ઇતિહાસમાં આ સૌથી મોટા કદનું બજેટ છે. કુલ રૂ. 10,593 કરોડના આ બજેટમાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

સુરત મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ

ગત વર્ષના રૂ. 10,004 કરોડના બજેટની સરખામણીએ આ વર્ષે રૂ. 589 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સુરતવાસીઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે બજેટમાં કોઈપણ પ્રકારના નવા કરવેરા કે કર દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી.સુરત મનપાએ આર્થિક શિસ્ત જાળવી રાખીને અંદાજિત રૂ. 257 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ રજૂ કર્યું છે.

વિકાસની નવી ક્ષિતિજો

આ બજેટમાં સુરતના આધુનિકીકરણ અને નાગરિક સુવિધાઓ વધારવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. સુરતની ઝડપથી વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને પરિવહન, પાણી પુરવઠો અને સ્વચ્છતાના પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 10 હજાર કરોડના આંકને પાર કરી ગયેલું આ બજેટ સુરતની વૈશ્વિક પ્રગતિનું પ્રતીક બની રહ્યું છે.

 આ પણ વાંચો: Amreli: એશિયાટિક સાવજોની સુરક્ષા માટે વન વિભાગ એક્શન મોડમાં, સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના અધિકારીઓ સાથે મેગા બેઠક સંપન્ન