android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar : શહેર સહિત જિલ્લામાં નવલી નવરાત્રિનો આસ્થાભેર આરંભ

calendar_todayOctober 11, 2026

Surendranagar : શહેર સહિત જિલ્લામાં નવલી નવરાત્રિનો આસ્થાભેર આરંભ

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારથી માં અંબાના આરાધનાના પર્વ સમાન નવરાત્રીના તહેવારો શરૂ થયા છે. સુરેન્દ્રનગર શહેરમાં 7 અને ધ્રાંગધ્રામાં એક મળી કુલ 8 સ્થળે જિલ્લામાં કોમર્શિયલ નવરાત્રીના આયોજનો થયા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ દ્વારા જિલ્લામાં અને ખાસ કરીને પાર્ટી પ્લોટમાં બહેન-દિકરીઓને પરેશાન કરનાર તત્વો સામે કડક પગલા ભરવા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. આ નંબર પર કોલ મળતા ટીમ દોડી જશે અને અસામાજિક તત્વોને પાઠ ભણાવશે.આ અંગે વિશ્વ હિન્દુ પરીષદના જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ ભુતડા, સુરેન્દ્રનગર શહેર અધ્યક્ષ પ્રવિણસિંહ ઝાલા, બજરંગદળના કાનાભાઈ રબારી સહિતનાઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યુ કે, અમોએ તમામ પાર્ટી પ્લોટના આયોજકોને નવરાત્રીના 9 દિવસ પાર્ટી પ્લોટના પ્રવેશદ્વારે ગૌ મુત્રના છંટકાવ સાથે એન્ટ્રી લેનારને કપાળે તિલક કરી, ફોટો આઈડી ચેક કરી પ્રવેશ આપવા અપીલ કરી છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન પાર્ટીપ્લોટમાં માતાજીની પ્રતીમા રાખવા સાથે સંપુર્ણ મર્યાદા જાળવવા પણ જણાવાયુ છે. જિલ્લામાં બહેન-દિકરીઓ શાંતિપુર્ણ રીતે નવરાત્રીમાં ગરબે ઘુમી માતાજીની આરાધના કરી શકે તે માટે વીએચપી અને બજરંગદળના કાર્યકરો ખડે પગે રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો