calendar_todayAugust 17, 2026
Surendranagar: 1.25 લાખ પાર્થેશ્વરનું પુજન કરી શિવ આરાધના કરતી મહિલાઓ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સમગ્ર શ્રાવણ માસ દરમીયાન ભકતો ભોળાનાથની વીવીધ રીતે શિવભકિત કરે છે. તેમાં પણ શિવજીને પ્રીય એવા સોમવારે ભકતો શિવાલયોમાં ઉમટી પડે છે. શિવપુરાણમાં પાર્થેશ્વર મહાદેવની પુજા સૌથી ઉત્તમ અને મનોકામના પુર્તી કરનાર દર્શાવાઈ છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં સુરેન્દ્રનગર શહેરમાં 1.25 લાખ પાર્થેશ્વરનું પુજન મહિલાઓ કરી રહી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી 25થી વધુ મહિલાઓ કાળી માટીને લાવી તેની ચાળીને તેને પાણીમાં ભીની કરે છે. બાદમાં મહિલાઓ માટીમાંથી પાર્થેશ્વર બનાવે છે. તેના પર ચોખા અને ચંદન લગાવે છે. જયારે બીલીપત્ર ચડાવી તેનું પુજન કરાય છે. અને શિવલીંગ, ત્રીશુલ, ઓમ જેવી આકૃતીઓ બનાવાય છે. બાદમાં આ પાર્થેશ્વરને પાણીમાં પધરાવવામાં આવે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો