android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: દારૂ-બિયર સહિત રૂ. 1.64 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો

calendar_todayApril 1, 2026

Surendranagar: દારૂ-બિયર સહિત રૂ. 1.64 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો

ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ અને દસાડાના પાટડીના ટીંબાવાસના રહેણાક મકાનમાં પોલીસે દારૂની બાતમીને આધારે રેડ કરી હતી. જયારે સુરેન્દ્રનગરમાં દારૂ સાથે મહિલા બુટલેગર પકડાઈ હતી. ત્રણેય દરોડામાં પોલીસે 1.64 લાખથી વધુનો દારૂ-બીયરનો જથ્થો જપ્ત કર્યો છે.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસના વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજીયા સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન ગોપાલગઢ ગામે રહેતો રાજેશ પ્રેમજીભાઈ રાણીવાડીયા તેના રહેણાક મકાને વિદેશી દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે વાડીમાંથી વિદેશી દારૂની 143 બોટલો કિંમત રૂપીયા 1,57,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમના અસલમખાન, પ્રવીણ કોલા સહિતનાઓને પાટડીના ટીંબાવાસમાં રહેતો ગોપાલ દલપતભાઈ ઠાકોર તેના સબંધી પાંચ હાટડી વિસ્તારમાં રહેતા રાજુ કાંતીજી ઠાકોરના રહેણાક મકાને દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. જયારે પોલીસે ઘરમાંથી બીયરના 28 ટીન કિંમત રૂપીયા 6160ના જપ્ત કર્યા હતા. આ અંગે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ બી.બી.જાડેજા ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે દુધરેજ ચુનાના ભઠ્ઠા પાસેથી નીલમબેન વિજયભાઈ સરવૈયાને દારૂના ર ચપલા કિંમત રૂપીયા 550 સાથે ઝડપી લીધી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam