android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: ઝાલાવાડમાં હવે 4 માસ સુધી લગ્નનાં યોગ નહીં

calendar_todayJuly 28, 2026

Surendranagar: ઝાલાવાડમાં હવે 4 માસ સુધી લગ્નનાં યોગ નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત તા. 25મી જુલાઈ,2026ના રોજ દેવશયની એકાદશીથી 4 માસ દરમીયાન એટલે કે, 124 દિવસ લગ્નના શુભ મુર્હુતો નથી. હવે 124 દિવસ આગામી તા. 20મી નવેમ્બર પછી દેવઉઠી અગીયારસથી લગ્નની શરણાઈઓ ફરી ગુંજતી થશે. તા. 25મી જુલાઈના રોજ અષાઢ માસની શુકલ પક્ષની અગીયારસ એટલે કે, દેવશયની એકાદશીથી ચાર માસ સુધી દેવતાઓનો શયનકાળ રહે છે. જેમાં ભગવાન વિષ્ણુ આજે પાતાલલોકમાં બલી રાજાને ત્યાં જાય છે. આથી આ સમય દરમિયાન શુભકાર્યો પર બ્રેક લાગશે. અને આગામી તા. 20 નવેમ્બરે દેવઉઠી અગીયારસથી શુભકાર્યો કરી શકાશે. આ અંગે આચાર્ય મહેન્દ્ર મહારાજ પુરાણીએ જણાવ્યુ કે, કારતક માસના શુકલ પક્ષની એકાદશી એટલે કે, દેવઉઠી અગીયારસથી ભગવાન યોગ નીદ્રામાંથી બહાર આવશે. 20 નવેમ્બરે દેવ પ્રબોધીની એકાદશીથી લગ્ન, નુતન ઘર પ્રવેશ, યજ્ઞોપવીત, દેવ મંદીરમાં નુતન મુર્તી પ્રાણ પ્રતીષ્ઠા સહીતના શુભ કાર્યો કરી શકાશે. દેવશયની અને દેવઉઠી એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પીત છે. આ વખતે દેવશયની એકાદશી શનીવારે આવે છે. આ દિવસે ઉપવાસ કરનારને પુજા, જાપ અને તપનું બમણુ ફળ મળે છે. ચાતુર્માસ દરમીયાન શુભ કાર્યો ન કરવા જોઈએ. આથી આજથી 128 દિવસ એટલે કે, 20 નવેમ્બર સુધી લગ્ન, સગાઈ, વાસ્તુપુજન સહીતના કાર્યો પર રોક લાગશે. જયારે તા. 20 નવેમ્બરે દેવઉઠી અગીયારસે તુલસી વીવાહ યોજાયા બાદ લગ્નના મુર્હુતો આવે છે. સમગ્ર ચાતુર્માસ દરમીયાન એકટાણા, જપ, દાન, બ્રહ્મ ભોજન, કુંવારીકાઓને ભોજન કરાવવાથી શ્રોષ્ઠ પુણ્ય મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો