calendar_todayOctober 16, 2026
Surendranagar : જિલ્લામાં અકસ્માતના 4 બનાવ : 3 વ્યક્તિના મોત, બેને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ધ્રાંગધ્રા અને લીંબડી પંથકમાં અકસ્માતના 4 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં અજાણ્યા વ્યકિત સહિત 3ના મોત થયા છે.અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બીબીનીવાવ ગામના ઈન્દ્રવિજયસિંહ ભરતસિંહ સોલંકી સાયલાના ન્યુ ક્રીષ્ના ભરડીયામાં કામ કરે છે. ગત તા. 9 -10ના રોજ રાત્રે તેઓ બાઈક પર વિરમસિંહ હેમંતસિંહ સોલંકી સાથે નવા સુદામડા તરફ જતા હતા. ત્યારે સાયલા મોર્ડન સ્કુલ પાસે પાછળથી પુરઝડપે આવતી એક કારના ચાલકે ગફલતભરી રીતે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી હતી. જેમાં બન્નેને ઈજા થતા સાયલા દવાખાને લઈ જવાતા તબીબોએ ઈન્દ્રવિજયસિંહને મૃત જાહેર કર્યા હતા. જયારે વિરમસિંહને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે મૃતકના પિતા ભરતસિંહ સોલંકીએ સાયલા પોલીસ મથકે ગત તા. 15મીએ સાંજે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે સાયલાના વણકરવાસમાં રહેતા દેવજીભાઈ મોતીભાઈ પરમાર ગત તા. 3જીએ જુનાગઢ ભવનાથ ખાતે ગુરૂની સમાધીએ દર્શન કરવા ગયા હતા. જયાંથી તેઓ રાત્રે એસટી બસમાં પરત ફર્યા હતા. જેમાં રાતના 11 કલાકના સમયે સાયલા બસ સ્ટેશન ખાતે બસમાંથી ઉતરી ચાલીને બસ સ્ટેશનથી સાયલા સર્કલ તરફ જતા હતા. ત્યારે એક અજાણ્યા બાઈક ચાલકે તેમને ઠોકર મારી હતી. જેમાં દેવજીભાઈએ સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન ગત તા. 4થી દેવજીભાઈનું મોત થયુ હતુ. આ અંગે તા. 15મીએ રાત્રે મૃતકના પત્ની મંજુલાબેને અજાણ્યા બાઈક ચાલક સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો