calendar_todaySeptember 9, 2026
Surendranagar: જિલ્લામાં જુગારના 4 સ્થળે દરોડામાં 43 શખ્સો પકડાયા
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સુશીયા, મીઠાઘોડા, ચોટીલાના રૂપાવટી અને લીંબડીના ભથાણમાં પોલીસે જુગારની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં 43 શખ્સો રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂ. 5,13,300ની મત્તા સાથે પકડાયા છે.
દસાડાના સુશીયા ગામે ઈન્ચાર્જ પીઆઈ વી.આઈ.ખડીયા, ભરતસિંહ પરમાર સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં જુગાર રમતા મોતી દાનુભાઈ સનુરા, અમરશી કાનાભાઈ સનીયારા, લક્ષ્મણ મધાભાઈ પરમાર, વિષ્ણુ દાનુભાઈ સનુરા, રાજુ વીરાભાઈ, ધર્મેન્દ્રસિંહ ફુલસિંહ ઝાલા, દશરથ ઉર્ફે પબો દાનાભાઈ સનુરા, રમેશ કનુજી વીરસુડીયા, રામ ચતરસંગ સોલંકી, તેજા લાલાભાઈ લેન્ચીયા, મેહુલ રસીકભાઈ સોલગામા, ચમન વશરામભાઈ રામી, લાલા બાબુભાઈ સનુરા, ભાવસંગ બાબુજી સોસેટીયા, પ્રકાશ તખાભાઈ સોસેટીયા, નટુ પ્રહલાદભાઈ સોસેટીયા, સુરજ જશુજી વાઘેલા, કુલદીપસિંહ પ્રવીણસિંહ વાઘેલા, ચુંડા બાબુભાઈ ઠાકોર, રાહુલ જેરામભાઈ સસોટીયા, કેતન સુરેશકુમાર ઠાકોર અને રાજુ સુખાભાઈ સોસેટીયા રોકડા રૂ. 1.41 લાખ, 18 મોબાઈલ, 4 બાઈક મળી કુલ રૂ. 3.41 લાખની મત્તા સાથે પકડાયા છે. જયારે દસાડાના મીઠાઘોડા ગામેથી બાબુ ભલાભાઈ મકવાણા, રમેશ વજાભાઈ મકવાણા, મુકેશ પાલાભાઈ મકવાણા, શુકલ દેવશીભાઈ સુરેલા, પાર્થીવ હીરાભાઈ ગોહીલ, સોંડા રતાભાઈ મકવાણા, રામસીંગ ધનાભાઈ કાજાણી અને હસમુખ ઈસુભા ઝાલા રોકડા રૂ. 61 હજાર, 8 મોબાઈલ સહિત રૂ. 1.01 લાખની મત્તા સાથે ઝડપાયા છે. બીજી તરફ ચોટીલાના રૂપાવટી ગામે અજાડીયા પરિવારના મઢ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા વિપુલ વિહાભાઈ ધરજીયા, ગોરધન છગનભાઈ અજાડીયા, જીતેશ લાલજીભાઈ વાઘાણી, ભરત લાલજીભાઈ જોગરાજીયા, દેવા અરજણભાઈ દેગામા, રાજેશ મગનભાઈ અજાડીયા, નીલેશ વીભાભાઈ અજાડીયા, કાળુ હરજીભાઈ વાઘાણી, પરેશ બીજલભાઈ ધાડવી રોકડા રૂ. 54,620 સાથે ઝડપાયા છે. આ ઉપરાંત લીંબડીના ભથાણ ગામના ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમતા સાદીક રસુલભાઈ પુંજાવાળા, સંજય પરસોત્તમભાઈ મેણીયા, મહેશ કેશુભાઈ મકવાણા અને મહેન્દ્ર નરશીભાઈ વાઘેલા રોકડા રૂ. 12,680, બે મોબાઈલની મત્તા સાથે પકડાયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો