android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: 4 પાલિકાના 646 મતદારોના તમામ ઉમેદવારને દૂરથી નમસ્કાર!

calendar_todayMay 1, 2026

Surendranagar: 4 પાલિકાના 646 મતદારોના તમામ ઉમેદવારને દૂરથી નમસ્કાર!

સુરેન્દ્રનગર જિલ્લાની 4 નગરપાલિકા ધ્રાંગધ્રા, લીંબડી, પાટડી અને ચોટીલાની સામાન્ય ચૂંટણીઓમાં મંગળવારે મત ગણતરી યોજાઈ હતી. જેમાં ચૂંટણી જંગમાં રહેલ 84 બેઠકના 193 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો હતો. ત્યારે મત ગણતરી પર નજર કરીએ તો 21 ઉમેદવારો પોતાની ડીપોઝીટ પરત મળે તેટલા મત પણ મેળવી શકયા ન હતા. જયારે 646 મતદારોને ચૂંટણી લડતા એકપણ ઉમેદવાર પસંદ આવ્યા ન હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં જિલ્લાની ધ્રાંગધ્રા, લીંબડી, પાટડી અને ચોટીલા નગરપાલીકાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ છે. ચારેય પાલીકાની જો વાત કરીએ તો ધ્રાંગધ્રાના 9 વોર્ડની 36, લીંબડીના 7 વોર્ડની 28, ચોટીલા-પાટડીના 6 વોર્ડની 24-24 મળી કુલ 112 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી. ત્યારે ફોર્મ ભરવાના અને પરત ખેંચવાના દિવસે ભાજપે કુલ 28 બેઠકો પોતાના નામે કરી લીધી હતી. જેમાં સૌથી વધુ બેઠકો પાટડી પાલીકાની 16 ભાજપ તરફી બીન હરીફ થઈ હતી. બીજી તરફ ધ્રાંગધ્રાની 11 અને લીંબડીની 1 બેઠક પણ બીન હરીફ થઈ હતી.. ત્યારે બાકી રહેતી 84 બેઠકો માટે કુલ 193 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. પાલીકાઓની ચૂંટણીમાં તા. 26ને રવીવારે મતદાન યોજાયુ હતુ. અને મતદાન બાદ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. જેમાં તા. 28ના રોજ મત ગણતરી હાથ ધરાઈ હતી. ચારેય પાલીકાઓના મત ગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 646 મતદારોને ચૂંટણી લડતા એકપણ ઉમેદવાર પસંદ આવ્યા ન હતા. અને 464 મતદારોએ નોટાનું બટન પ્રેસ કર્યુ હતુ. બીજી તરફ ચૂંટણી લડતા 21 ઉમેદવારો પોતાની ડીપોઝીટ પરત મળે તેટલા મત પણ મેળવી શકયા ન હતા. હવે ચારેય પાલીકાના શહેરીજનોની નજર આગામી પ્રમુખ કોણ બનશે તેના પર મંડાયેલી છે. પ્રમુખ પદના દાવેદારોએ અત્યારથી જ લોબીંગ શરૂ કરાયુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો