calendar_todayJuly 10, 2026
Surendranagar: સુરેન્દ્રનગરમાં 5 હજારમાં બેંક ખાતાને ભાડે આપનાર સામે ફોજદારી કાર્યવાહી
સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટેકનીકલ શાખા દ્વારા મ્યુલ એકાઉન્ટ પર નજર રખાઈ રહી છે. જેમાં એક બેંક ખાતામાં રૂ. 1.51 કરોડના શંકાસ્પદ વ્યવહારો ધ્યાને આવતા તપાસ કરાતા ખાતા ધારકે રૂપીયા 5 હજારમાં બેંક એકાઉન્ટ ભાડે આપ્યુ હતુ. મ્યુલ એકાઉન્ટ પર સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટેકનીકલ શાખા વોચ રાખી રહી છે. જેમાં બંધન બેંકમાં એક ખાતામાં શંકાસ્પદ નાણાની લેવડદેવડ ધ્યાને આવતા તપાસ કરતા ખાતા ધારક રણજીતનગરમાં રહેતા હરદીપસિંહ ભીખુભા જાડેજાએ કાલા કપાસના વેપારના ઉપયોગ માટે મહાકાલ ટ્રેડીંગના નામે બેંકમાં કરંટ ખાતુ ખોલાવ્યુ હતુ. જેમાં 1-1-26થી 27-1-26 સુધીમાં રૂપીયા 1.51 કરોડના વ્યવહારો થયા હતા. જેમાં સાયબર ફ્રોડના નાણા જમા થયા હતા. આથી હરદીપસિંહને પોલીસ મથકે બોલાવી પુછપરછ કરતા તેના મિત્ર રતનપરના ભાવેશ ઉર્ફે ધમો જયંતીલાલ સોંઢાએ આ સહિત આવા 5 ખાતા હરદીપસિંહના નામે ખોલાવ્યા હતા. જે પેટે રૂપીયા 5 હજાર કમીશન આપ્યુ હતુ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો