calendar_todayMarch 24, 2026
Surendranagar: વીજ કંપનીના ઓપરેશન ડીસ કનેકશનમાં 7.13 કરોડની વસુલાત
સમગ્ર રાજયની સાથે સાથે ઝાલાવાડમાં પણ વીજ કંપની દ્વારા ડીશ કનેકશન ડ્રાઈવનું આયોજન કરાયુ છે. જેમાં તા. 15 થી 22 માર્ચ દરમીયાન એક સપ્તાહમાં સુરેન્દ્રનગર પીજીવીસીએલના અધીક્ષક ઈજનેર એન.એન.અમીનના માર્ગદર્શન હેઠળ વીજ કંપનીની કુલ 1148 ટીમોએ પોલીસ કાફલા અને વીડીયોગ્રાફર સાથે વીજ બિલની વસુલાતની કામગીરી કરી હતી. જેમાં રૂપીયા 84.14 લાખ વીજ બિલ ન ભરનાર 684 ગ્રાહકોના વીજ કનેકશન કટ કરાયા હતા. જયારે આ કામગીરી દરમીયાન 19,965 ગ્રાહકોએ પોતાનું રૂપીયા 7.13 કરોડથી વધુનું વીજ બિલ તુરંત ભરપાઈ કરી દીધુ હતુ. વીજ કંપનીના અધીકારીએ વીજ વીક્ષેપથી બચવા અને કનેકશન કટની અગવડ નીવારવા અને પુનઃ વીજ જોડાણનો ચાર્જ ન ભરવો પડે તે માટે બાકી વીજ બીલ ગ્રાહકોને ભરપાઈ કરવા અપીલ કરી છે. જયારે કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર વીજ કંપની બાકીદારોના વીજ જોડાણ કટ કરી દેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam