android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar : જુગારના પાંચ સ્થળે દરોડા : 8 મહિલા સહિત 22 પકડાયા

calendar_todayOctober 16, 2026

Surendranagar : જુગારના પાંચ સ્થળે દરોડા : 8 મહિલા સહિત 22 પકડાયા

સુરેન્દ્રનગર શહેરની રામ સોસાયટી, લખતરના બજરંગપુરા, લીંબડી, ધ્રાંગધ્રા અને ચોટીલામાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 8 મહિલા સહિત 22 જુગારીયાઓ રોકડ, મોબાઈલ સહિત રૂપીયા 1,23,100ની મત્તા સાથે ઝડપાયા છે.સુરેન્દ્રનગરની રામ સોસાયટીમાં આવેલ રહેણાક મકાનમાં જુગારની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે રેડ કરી હતી. જેમાં ઈલાબા ઈન્દ્રજીતસિંહ વાઘેલા, તારાબા રાજેન્દ્રસિંહ ઝાલા, કમળાબેન ચંદુલાલ નાગર, નિર્મળાબા કરણસિંહ રાણા, કંચનબા ગીરીરાજસિંહ રાણા, વર્ષાબા ધર્મદેવસિંહ જાડેજા, નીમીશાબેન ચીરાગભાઈ રોજાસરા અને મધુબેન રમેશભાઈ ગાંગડીયા રોકડા રૂપીયા 15,800 સાથે જુગાર રમતા ઝડપાયા છે. જયારે લખતરના બજરંગપુરા ગામે અણીન્દ્રા રોડ પર આવેલા રહેણાક મકાનમાં જુગારની બાતમી મળતા લખતર પીએસઆઈ એસ.ડી.પટેલ સહિતનાઓએ તા. 14 ના રોજ સાંજે રેડ કરી હતી. જેમાં મકાન માલીક દશરથ ધનજીભાઈ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ કેશુભા ઝાલા, દલસુખ ઉર્ફે દલપત માધુભાઈ જાલોડીયા, મહેશ મંગાભાઈ પનારા, સોમા રઘુભાઈ પનારા, વાસુદેવ બાબુભાઈ ત્રેટીયા અને બટુકસિંહ હરૂભા ઝાલા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 26,780, રૂપીયા 25હજારના 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂપીયા 51,780ની મત્તા સાથે પકડાયા છે. બીજી તરફ લીંબડી પોલીસ મથકની સર્વેલન્સ ટીમના ધનરાજસિંહ વાઘેલા, ધવલભાઈ પટેલ સહિતનાઓએ લીંબડીના મફતીયાપરામાં બાવળની કાંટમાં જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં જીવણ વહાણભાઈ ઝંડાળીયા, હરેશ ઉર્ફે હકો લધુભાઈ રાઠોડ, ઉકા નરશીભાઈ પટેલ ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 15,100 સાથે પકડાયા છે. આ દરોડામાં બાવ ઉર્ફે વિનોદભાઈ જીવાભાઈ બુટીયા ફરાર થઈ ગયો છે. આ અંગે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર સ્ટોન પાર્ક પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા વિઠ્ઠલ રામજીભાઈ લકુમ, નવઘણ ગેલાભાઈ મુંધવા, મહેશ રમેશભાઈ ડાભી, રામશંકર સુખરામ કુશવાહ અને પંચામ બાબુભાઈ કુશવાહ રોકડા રૂપીયા 15,180, રૂપીયા 25 હજારના 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂપીયા 40,180ની મત્તા સાથે પકડાયા છે. અને ચોટીલાના મફતીયાપરાના નાકેથી ભરત સોમાભાઈ બથવાર રૂપીયા 340 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો