android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: ઝાલાવાડમાં ત્રણ શખ્સો ચાઈનીઝ દોરી સહિત રૂ. 81,200ની મતા સાથે પકડાયા

calendar_todayJanuary 13, 2026

Surendranagar: ઝાલાવાડમાં ત્રણ શખ્સો ચાઈનીઝ દોરી સહિત રૂ. 81,200ની મતા સાથે પકડાયા

સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાંથી 3 શખ્સો ચાઈનીઝ દોરી, કાર અને બાઈક સહિત રૂ.81,200ની મત્તા સાથે ઝડપાયા છે.

એલસીબી ટીમના અજયસિંહ ઝાલા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન મલ્હાર ચોકમાં સેન્ટ્રોકારના ચાલક પાસે ચાઈનીઝ દોરી હોવાની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં વઢવાણ તાલુકાના કટુડા ગામનો 45 વર્ષીય અને ગેરેજનું કામ કરતો દીલીપ નારણભાઈ પઢેરીયા ચાઈનીઝ દોરીના 5 ફીરકા સાથે પકડાયો હતો. આથી રૂ. 50 હજારની કાર અને રૂ. 1 હજારની ચાઈનીઝ દોરી સહિત રૂ. 51 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે એ ડીવીઝન પોલીસ મથકે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઈ સી.કે. ગોસાઈ ચલાવી રહ્યા છે. બીજી તરફ ધ્રાંગધ્રા સિટી પોલીસના ડી.એન.પરમાર, સરફરાઝભાઈ સહિતનાઓને મેળાના મેદાન પાસેથી એક બાઈક ચાલક ચાઈનીઝ દોરી સાથે નીકળનાર હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં નંબર પ્લેટ વગરના બાઈક સાથે પસાર થતા 2 શખ્સો ચાઈનીઝ દોરીની 34 ફીરકી સાથે પકડાયા હતા. આથી પોલીસે હળવદના બુટવાડા ગામના ધર્મેશ વાલજીભાઈ લોદરીયા અને સંજય ગણેશભાઈ લોદરીયાને રૂ. 10,200ની ચાઈનીઝ ફીરકી અને 20 હજારના બાઈક સહિત કુલ રૂ. 30,200ની મત્તા સાથે ઝડપી લીધા હતા. બન્ને સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો