calendar_todayMay 2, 2026
Surendranagar: 9 વર્ષ પહેલા સોશીયલ મીડીયામાં બંદુક સાથે ફોટો મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસઓજી ટીમને દસાડા તાલુકાના ઝેઝરી ગામના સલીમખાન અજીતખાન સાયબાણીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં બંદુક સાથેનો ફોટો મુકયો હોવાની માહીતી મળતા તેની અટક કરી પુછપરછ કરાઈ હતી. જેમાં આ હથીયાર તેના મોટાબાપુ આમીરખાન કાનાજી મલેકનું હોવાનું તથા 9 વર્ષ પહેલા ફોટો પાડી ફેબસુકમાં મુકયો હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત હાલ આમીરખાન મરણ ગયેલ હોય તથા હથીયાર પાટડી પોલીસ મથકે જમા હોવાનું જણાવતા આ અંગે બજાણા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઈ બી.જે.સોલંકી ચલાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો