calendar_todayJanuary 23, 2026
Surendranagar: મહેતા માર્કેટમાંથી 900 કિલો સીંગલ યુઝ પ્લાસ્ટીક જપ્ત
સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા મનપા વિસ્તારમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકની ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે બાતમીને આધારે મહેતા માર્કેટમાં આવેલ નીલકંઠ ટ્રેડીંગના ગોડાઉનમાં રેડ કરી હતી. જેમાં પ્રતીબંધીત સીંગલ યુઝ પ્લાસ્ટીકમાં પ્લાસ્ટીકની થેલી, કપ, પ્લેટ વગેરેનો 900 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. મનપા દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટીક મુકત શહેર માટે સતત અભીયાન ચલાવાઈ રહ્યુ છે. તેમ છતાં હજુ અનેક વેપારીઓ પોતાને ત્યાં આવો પ્રતીબંધીત જથ્થો સંગ્રહ કરીને બેઠા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો