calendar_todayFebruary 5, 2026
Surendranagar: CM આજે 539.26 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે તા. 6ના રોજ સુરેન્દ્રનગર આવી રહ્યા છે. જેમાં શહેરના મુખ્ય એવા રંભાબેન ટાઉનહોલ અને લાયબ્રેરી સહિત રૂપીયા 539.26 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત તેમના હસ્તે થનાર છે. આજે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હુત થનાર છે. શુક્રવારે બપોરે 3-30 કલાકે શહેરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં તેઓ સુરેન્દ્રનગર મનપા તથા વિવિધ વિભાગો હસ્તના 539.26 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરનાર છે. આ તકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સામાજીક ન્યાય અને અધીકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, શિક્ષણ રાજયમંત્રી રીવાબા જાડેજા, શહેરી વિકાસ રાજયમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતનાઓ પણ ઉપસ્થીત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વઢવાણના ધારાસભ્ય અને રાજયની વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના પુત્ર ડો. મીતુલના લગ્ન પ્રસંગે પણ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ ઉપસ્થીત રહેનાર છે. સીએમ દ્વારા 2.49 કરોડના ખર્ચે મૂળીમાં હાઈસ્કુલ, સાયલાના સાપર ગામે 5.98 કરોડના ખર્ચે બનેલ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય, ટીટોડા ગામે 10.41 ખર્ચે કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય, વઢવાણમાં 42.26 કરોડના ખર્ચે નલ સે જલ યોજના, 8.57 કરોડના ખર્ચે બસ સ્ટેશન પાછળનો રીવરફ્રન્ટ, મનપા વિસ્તારમાં 5.70 કરોડના ખર્ચે ડામર રોડ, 4.64 કરોડના ખર્ચે સીસી રોડ, 2 કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડરનું લોકાર્પણ અને ખાતમુર્હુત થશે. આ ઉપરાંત શહેરના રંભાબેન ટાઉનહોલ અને લાયબ્રેર્રી, નોર્થ ઝોનમાં ફુડ પાર્ક, સાઉથ ઝોનમાં શાક માર્કેટ સહિતના કામો કરાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો