calendar_todayFebruary 24, 2026
Surendranagar : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલી વધી, EDએ ખાસ કોર્ટમાં કરી ફરિયાદ, પૂર્વ કલેક્ટરે મોડ્સ ઓપરેન્ડીથી કૌભાંડ કર્યું હોવાનો આરોપ
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને તેમના સાથી અધિકારીઓ સામે ED દ્વારા મહત્વપૂર્ણ ફરિયાદ નોંધવામાં આવી છે. EDએ ખાસ કોર્ટમાં રજૂ કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, આ અધિકારીઓએ મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને કૌંભાડ આચર્યું હતું
જમીન કૌભાંડ અને 50% હિસ્સો
EDના જણાવ્યા અનુસાર જમીન કૌભાંડમાં કૂલ 50% હિસ્સો રાજેન્દ્ર પટેલનો હતો તેમણે તેમના સાથી અધિકારીઓની મદદથી આ કૌંભાડ આચર્યું હતું.
અધિકારીઓ સામે ફરિયાદ
EDએ આ કૌભાંડમાં રાજેન્દ્ર પટેલ તથા મયુરસિંહ ગોહિલ, મયુર દવે, જયરાજસિંહ ઝાલા અને આર.કે.ઓઝા તથા ચંદ્રસિંહ મોરી સામે ફરિયાદ દાખલ કરી છે
રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર સુનાવણી
બીજી તરફ આજે રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર સુનાવણી પણ થવાની છે જેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો----- Gujarat Latest News Live : રાજ્યમાં કમોસમી માવઠાની અસર રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે