android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: મૂળીના ઉમરડા ગામે ગેરકાયદે ચાલતા વોશિંગ પ્લાન્ટમાં LCBની રેડ

calendar_todayJuly 15, 2026

Surendranagar: મૂળીના ઉમરડા ગામે ગેરકાયદે ચાલતા વોશિંગ પ્લાન્ટમાં LCBની રેડ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકમાં ગેરકાયદેસર ખનીજની પ્રવૃતીને ડામવા જિલ્લા પોલીસ અવારનવાર દરોડા કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ બી.એચ.શીંખરખીયાની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફને મૂળી તાલુકાના ઉમરડા ગામે ગેરકાયદેસર વોશીંગ પ્લાન્ટ ધમધમતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ડમ્પર, હીટાચી મશીન સહિત રૂપિયા 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ અંગે ખાણ ખનીજ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો